Car AC Cooling Tips: ગરમીમાં કારની કેબિન બની જશે `શિમલા`, AC ને આ રીતે કરો સેટ
Car AC Setting:: ગરમીમાં જો કારનું એસી સારી રીતે કામ ન કરે તો સફર મુશ્કેલ બની જાય છે. કારની કેબિનમાં બહારના મુકાબલે વધુ તાપમાન હોય છે, જેનાથી ગરમીનો અનુભવ વધુ થાય છે.
Car AC Tips: ગરમીમાં જો કારનું એસી સારી રીતે કામ ન કરો તો સફર ખુબ મુશ્કેલ થઈ જાય છે. કારની કેબિનમાં બહારના મુકાબલે વધુ તાપમાન હોઈ શકે છે, જેનાથી ગરમીનો અનુભવ વધુ થશે. તેથી જરૂરી છે કે ગરમી આવતા પહેલા તમારા કારની એસીની સર્વિસ કરાવી લો. કાર એસી સર્વિસ કરાવવાનો આ યોગ્ય સમય છે કારણ કે ઉનાળો શરૂ થવાનો છો. જો તમે સર્વિસ કરાવી ચૂક્યા છો તો હવે તમારે કેટલીક ટિપ્સની જરૂર છે, જેને ફોલો કરી તમે ગરમીમાં તમારા કારના એસીથી વધુ સારૂ કૂલિંગ મેળવી શકો છો.
કારમાં સફર શરૂ કરતા પહેલા તેના ગેટ્સ કે કાચને થોડા સમય માટે ખોલી દો જેથી ગરમ હવા બહાર નિકળી જાય. જો કારમાં સનરૂફ છે તો સનરૂફને થોડો ખોલી દો કારણ કે ગરમ હવા ઉતરની તરફથી વધુ જલ્દી બહાર નિકળે છે. ત્યારબાદ જ્યારે કારમાં બેસો તો એસી ઓન કરવાની સાથે રિસર્કુલેશન મોડ ઓફ કરી દો જેથી એસી બહારની હવાનો ઉપયોગ કરે.
આ પણ વાંચોઃ બટન દબાવતા જ CNG પર શિફ્ટ થઈ જશે બજાજની નવી બાઇક, માઇલેજ મળશે 'છપ્પર ફાડ'
જ્યારે તમને લાગે કે કેબિન ઠંડી થઈ ગઈ છે તો રિસર્કુલેશન મોડ ફરી ઓન કરી લો. તેનાથી કારની એસી કેબિનની અંદરની હવાનો ઉપયોગ કરશે. તેવામાં કૂલિંગ વધુ ઇફેક્ટિવ હોય છે. જો તમારે વધુ કૂલિંગ જોઈએ તો એવીના તાપમાનને લો (સૌથી ઓછા) પર સેટ કરી શકો છો અને એર ફ્લો વધારી શકો છો. પરંતુ તેની કારની માઇલેજ પર અસર પડે છે.
આ સિવાય જો તમે કારમાં એકલા સફર કરી રહ્યાં છો તો માત્ર તમારા તરફની એસી વેન્ટ્સને ઓન રાખો અને બાકી બંધ કરી દો, જેથી હવા તમારી ઉપર આવે. જો કારમાં તમારી સાથે ફ્રંટ પેસેન્જર છે તો માત્ર આગળની એસી વેન્ટ્સ ઓન રાખો અને રિયર એસી વેન્ટ્સને બંધ કરી દો. તેનાથી આગળની તરફ કૂલિંગ થશે અને તમને ગરમીમાં રાહત મળશે.