Petrol vs CNG car: કંપનીઓ હવે તેમની નાની કાર તેમજ પ્રીમિયમ કારમાં CNG વેરિઅન્ટ ઓફર કરી રહી છે. જો કે હવે સીએનજી અને પેટ્રોલના ભાવમાં પહેલા જેટલી તફાવત દેખાતી નથી, પરંતુ તેમ છતાં CNG સસ્તું છે. આ સાથે CNG પર ચાલતી કારની માઈલેજ વધારે સારી છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને મૂંઝવણમાં છો કે CNG કાર ખરીદવી કે પેટ્રોલ કાર, તો પહેલા બંને કારના ફાયદા અને ગેરફાયદા વિશે જાણી લો. હવે CNGની કિંમત પેટ્રોલ કરતા ઓછી નથી અને પેટ્રોલ કાર કરતા CNG કારની કિંમત 1થી 1.30 લાખ રૂપિયા વધુ છે. પેટ્રોલ કાર સારી કે CNG કાર? આ પ્રશ્નનનો જવાબ અહીં એક ઉદાહરણથી સમજીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીધી રીતે સમજો-
માનો કે તમે મારુતિ વેગનઆર ખરીદી રહ્યા છો. દિલ્લીમાં બેઝ મોડલ WagonR LXI 1.0ની ઓન-રોડ કિંમત 6.10 લાખ રૂપિયા છે. LXI 1.0 CNG મોડલની કિંમત 7.25 લાખ રૂપિયા છે. જેનો અર્થ છે કે તમે પહેલા જ દિવસે CNG મૉડલ ખરીદવા માટે 1.15 લાખ રૂપિયા વધુ ખર્ચો છો. આ સિવાય જો તમે કાર માટે ફાઈનાન્સ કરી રહ્યા છો, તો તમે 1.15 રૂપિયા વધુ ચૂકવી રહ્યા છો.


આવી રીતે થશે નુકસાન-
દિલ્લીમાં પેટ્રોલની કિંમત 96.72 પ્રતિ લિટર અને CNGની કિંમત 79.56 રૂપિયા પ્રતિ કિલો છે. ચાલો આપણે 97 અને 80 રૂપિયા બંનેને ધ્યાનમાં લઈએ. જો તમે એક મહિનામાં 1,000 કિલોમીટર સુધી પેટ્રોલ મોડલ ચલાવો છો, તો તમારા ઈંધણની કિંમત લગભગ રૂ. 4,000 થશે. બીજી તરફ, એક મહિનામાં 1,000 કિલોમીટર માટે CNG મોડલની ઈંધણની કિંમત રૂ. 2,500 થશે.


ચોક્કસ તમે અહીં દર મહિને રૂ. 1500 બચાવી શકશો, પરંતુ સમસ્યા એ છે કે તમે CNG મોડલ ખરીદવા માટે ચૂકવેલા વધારાના રૂ. 1.15 લાખને વસૂલવામાં તમને 6 વર્ષ લાગશે. આ સિવાય CNG વાહનોનો ઈન્સ્યોરન્સ, મેઈન્ટેનન્સ અને સર્વિસ કોસ્ટ પણ વધારે છે. અહીં પણ તમારે પેટ્રોલ કાર કરતાં વધુ ખર્ચ કરવો પડશે.


તો કઈ કાર ખરીદાય?
એકંદરે, CNG પર ચલાવવા માટે આર્થિક છે, પરંતુ તે લોકો માટે સારું છે જે કાર વધારે ચલાવે છે. જેનો અર્થ છે કે, જે લોકો એક વર્ષમાં 12,000 કિલોમીટરથી વધુ કાર ચલાવે છે, તે લોકો ટૂંક સમયમાં CNG મોડલ પર ખર્ચવામાં આવેલા વધારાના રૂપિયા વસૂલ કરી શક્શે. જો તમે માત્ર પરિવારના ઉપયોગ માટે કાર ખરીદી રહ્યા છો, તો તમારે પેટ્રોલ મોડલ ખરીદવું જોઈએ. કારણ કે ભવિષ્યમાં પણ CNG અને પેટ્રોલના ભાવમાં બહુ ફરક નહીં આવે.