નવી દિલ્હીઃ હાલમાં બજારમાં એસયુવી વાહનોનો દબદબો છે. હેચબેક કારોનું પણ ભારે વેચાણ થઈ રહ્યું છે. આ બધાની વચ્ચે એક એવો સેગમેન્ટ છે જેમાં ગાડીઓ પાછળ રહી ગઈ છે, તે છે સેડાન સેગમેન્ટ. છેલ્લા કેટલાક સમયથી સેડાન કારનું વેચાણ ધીમું પડી રહ્યું છે. હોન્ડા હોય કે મારુતિ સુઝુકી, મોટાભાગની કંપનીઓની સેડાન કારનું વેચાણ હેચબેક અને એસયુવી કાર કરતા ઓછું છે. તમને જણાવી દઈએ કે, એવું નથી કે કંપનીઓ સેડાન કારને અપડેટ નથી કરી રહી, પરંતુ ગ્રાહકોની બદલાતી પસંદગીઓને કારણે સેડાન કારના વેચાણમાં ઘટાડો થયો છે. જો આપણે ગયા મહિનાની જ વાત કરીએ તો માત્ર મારુતિ ડિઝાયર (Maruti Dzire) જ ટોપ-10 બેસ્ટ સેલિંગ કારમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો જોવામાં આવે તો હોન્ડા સિટી હાઈબ્રિડ, મારુતિ સુઝુકી સિયાઝ અને સ્કોડા સ્લેવિયા જેવી ઘણી પ્રીમિયમ સેડાન કાર બજારમાં વેચાઈ રહી છે. આ સમયે હ્યુન્ડાઇએ એક કાર લોન્ચ કરી છે જે પરફોર્મન્સના સંદર્ભમાં આ તમામ કારોને જબરદસ્ત સ્પર્ધા આપી રહી છે. મળતી માહિતી મુજબ, આ સેડાનના આ નવા મોડલના આવ્યા બાદ જેનું પ્રદર્શન જબરજસ્ત સુધર્યું છે. કંપનીએ તેની ડિઝાઇનને પણ આકર્ષક બનાવી છે.


આ પણ વાંચોઃ Royal Enfield: ખરીદ્યા વિના બુલેટ પર મારો સિનસપાટા, બસ આટલો આવશે ખર્ચ


તે કાર નથી, રોકેટ છે!
અમે અહીં જે સેડાન વિશે વાત કરી રહ્યા છીએ તે Hyundaiની છઠ્ઠી જનરેશન વર્ના (Hyundai Verna) છે, જેને કંપનીએ આ વર્ષે લૉન્ચ કરી છે. એવું કહેવાય છે કે હ્યુન્ડાઈએ આ કારના એન્જિનમાં ફેરફાર કર્યા છે, જેના પછી તેનું પ્રદર્શન સુધર્યું છે.


Hyundai Verna બે એન્જિન વિકલ્પો સાથે આવે છે જેમાં 1.5-લિટર ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિનનો સમાવેશ થાય છે જે 160 bhp પાવર અને 253 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે અને 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન 115 bhp પાવર અને 144 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સેડાન સાથે 6-સ્પીડ મેન્યુઅલ, DCT અને CVT ગિયરબોક્સનો વિકલ્પ ઉપલબ્ધ છે. તે તેના સેગમેન્ટમાં સૌથી શક્તિશાળી કોમ્પેક્ટ સેડાન છે.


આ પણ વાંચોઃ ગજબની ટબૂકડી કાર...ડ્રાઈવિંગ લાઈસન્સની પણ જરૂર નહીં, બાળકો પણ ચલાવી શકે


ફીચર્સ પણ છે જબરદસ્ત
Hyundai Vernaના ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે સાથે ડ્યુઅલ સ્ક્રીન સેટઅપ છે. કારમાં આઠ સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ, ઇન્ફોટેનમેન્ટ અને AC માટે સ્વિચેબલ કંટ્રોલ, 64 કલર એમ્બિયન્ટ લાઇટિંગ, સિંગલ-પેન સનરૂફ, એર પ્યુરિફાયર અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ પણ છે. કિંમતની વાત કરીએ તો વર્નાની એક્સ-શોરૂમ કિંમત 10.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 17.38 લાખ રૂપિયા સુધી જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube