Mini Electric Car: ગજબની ટબૂકડી કાર...ડ્રાઈવિંગ લાઈસન્સની પણ જરૂર નહીં, બાળકો પણ ચલાવી શકે
Fiat એ અનોખી કાર લોન્ચ કરી છે. જે ફૂલ ઈલેક્ટ્રિક મોડમાં ચાલે છે. આ ઈલેક્ટ્રિક કાર ભારતમાં પણ લોન્ચ થનારી MG Comet EV થી પણ નાની છે. Fiat Topolino નામની આ ઈલેક્ટ્રિક કાર ફક્ત 2.53 મીટર લાંબી છે. જ્યારે એમજી કોમેટ ઈવીની લંબાઈ 2.97 મીટર છે. ફિયાટ ટોપોલિનો કંપનીની આ બીજી ઈલેક્ટ્રિક કાર છે.
Trending Photos
Fiat એ અનોખી કાર લોન્ચ કરી છે. જે ફૂલ ઈલેક્ટ્રિક મોડમાં ચાલે છે. આ ઈલેક્ટ્રિક કાર ભારતમાં પણ લોન્ચ થનારી MG Comet EV થી પણ નાની છે. Fiat Topolino નામની આ ઈલેક્ટ્રિક કાર ફક્ત 2.53 મીટર લાંબી છે. જ્યારે એમજી કોમેટ ઈવીની લંબાઈ 2.97 મીટર છે. ફિયાટ ટોપોલિનો કંપનીની આ બીજી ઈલેક્ટ્રિક કાર છે. સારી વાત એ છે કે આ કાર ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સની પણ જરૂર નથી, એટલે કે 14 વર્ષના બાળકો પણ તેને ચલાવી શકે છે. કારણ કે આ કારને હેવી ક્વોડ્રીસાઈકલ સેગમેન્ટમાં રાખવામાં આવી છે.
ફિયાટની આ ઈલેક્ટ્રિક કારમાં 5.5 kWh ની લિથિયમ આયર્ન બેટરી આપવામાં આવી છે. તેને એકવાર ફૂલ ચાર્જ કરવા પર 75 કિલોમીટર સુધીની રેન્જ મળશે. આ સાથે જ આ ઈલેક્ટ્રિકકારની ટોપ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક છે.
કારમાં કયા કયા ફીચર?
આ ટોપોલિનો કારને વીટા ગ્રીન કલરમાં લોન્ચ કરાઈ છે. તેને રેટ્રો સ્ટાઈલ વ્હીકલ, રૂફ ટોપમાં રીટ્રેક્ટબલ કેનવાસ અને ક્લોઝ્ડ ગ્લાસનું ઓપ્શન મળે છે. કારને ડોર અને ડોરલેસ વર્ઝનમાં ખરીદી શકાય છે. આ સાથે જ તમને USB ફેન, સ્પીકર્સ, જેવી અનેક બીજી એસેસરીઝ પણ મળશે.
ઓછી રેન્જવાળી કારના ફાયદા
જો તમને એવો વિચાર આવતો હોય કે એક બાજુ જ્યાં ટોયેટા 800 કિલોમીટરની રેન્જવાળી ગાડી લોન્ચ કરી રહી છે તો પછી આટલી ઓછી રેન્જવાળી અને સ્પીડવાળી કાર કેમ ખરીદવી? વાત જાણે એમ છે કે કંપનીએ આ ગાડીને સ્કૂલ અને કોચિંગ જતા બાળકોને ટાર્ગેટ ઓડિયન્સ સમજીને લોન્ચ કરી છે. તેનાથી અંડરએજ ડ્રાઈવિંગના કેસ પણ ઓછા થશે અને પેટ્રોલનો ખર્ચો પણ ઓછો આવશે.
કિંમત કેટલી છે?
Fiat Topolino ની કિંમત જોવા જઈએ તો આ ઈલેક્ટ્રિક કારની તમને 7,544 યુરો એટલે કે લગભગ 6.70 લાખ રૂપિયામાં પડે. જો તમે તેને ઈએમઆઈ પર ખરીદવા માંગતા હોવ તો તમે 48 મહિનાના ઈએમઆઈ પર તેને ખરીદી શકો છો. જ્યાં તમારે દર મહિને ફક્ત €39 એટલે કે 3500 રૂપિયા ભરવા પડે.
ક્યાં ક્યાં લોન્ચ થઈ આ કાર
Fiat એ આ કાર હાલ તો ફક્ત ઈટાલીમાં લોન્ચ કરી છે. જો કે આ વર્ષના અંત સુધીમાં તેને જર્મની અને ફ્રાન્સમાં પણ લોન્ચ કરાશે. હાલ તેના ભારતમાં આવવા અંગે કોઈ જાણકારી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે