ગૌરવ પટેલ/અમદાવાદ: સ્માર્ટ ફોનના જમાનો આવ્યો અને તેમાં અવનવા ફીચર્સ પણ આવ્યા તેમાનું જ એક ફીચર્સ એટલે ગોરીલા ગ્લાસ મોબાઇલ વેચવા માટે દુકાનદાર અને મોબાઇલ કંપનીઓ આ ફીચર્સ પર ભાર મુકે છે. પણ જો ગોરીલા કાચ કારમાં હોય તો નવાઇ લાગીને પણ ભવિષ્યમાં એવી કાર હશે જેનું ડેસ્કબોર્ડ કાચનું અને ટચ સ્ક્રીન હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના સાયન્સ સીટી ખાતે યોજાયોલા ફ્યુચરીસ્ટીક ટેકનોલોજી એક્ઝીબીશનમાં આ કારનો ડેમો જોવા મળ્યો આ કાચ થકી કારનું વજન ઘટાડી શકાય છે અને કાચ એટલો મજબુત હોય છે કે કોઇ અકસ્માત સર્જાય તો માથા કે શરીરના અન્ય ભાગે ઇજાની શક્યતા નહિવત્ હોય છે. આ ટેકનોલોજીથી ડ્રાયવરલેસ કારને પણ પ્રોત્સાહન મળશે. 


સુરત: ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ આરટીઓએ આપ્યા 60 જેટાલા લાઇસન્સ


મહત્વનું છે, કે સમાન્ય કાચ કરતા આ કાચ હલકો છે અને તેમા કોરીન્ગ ગોરીલા ઇન્ડિયા એમ.ડી અમિત બંસલે જણાવ્યું કે, ડ્રાયવર વિનાની કારમાં આ પ્રકારના કાચના ઉપયોગથી સેફ્ટીમાં વધારો કરવામાં આવશે. તથા બેટરીથી ચાલતી કારમાં પણ આ પ્રકાપના કાચને કારણે કારનું વજન ઘટાડી શકાય છે. આ કાચ સનપ્રુફ હોવાથી કાર ચલાવતી વખતે સૂર્ય પ્રકાશથી બચી શકાય છે.


વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના 16 પાર્ટનર કન્ટ્રીઝ વિશે જાણો  


મહત્વનું છે, કે ગોરિલા ગ્લાસને કરાણે કારના લુકમાં જોરદાર દેખાશે અને તેમાં ટચ સ્ક્રીનથી ચાલતી સિસ્ટમ હોવથી તે આજની પેઢીના લોકો માટે મહત્વનું કાર્ય કરી રહે છે. ભવિષ્યમાં આ પ્રકારના કાચની ટેકનોલોજીને કારણે અકસ્માતમાં સેફ્ટીનું પ્રમાણ વધી જશે.