નવી દિલ્હીઃ કેવિયર  (Caviar) બ્રાન્ડ સ્માર્ટફોનના કસ્ટમાઇઝ્ડ લગ્ઝરી વેરિએન્ટ બનાવવા માટે વિશ્વભરમાં ફેમસ છે. Caviar હવે  iPhone ના Pro મોડલ્સ (iPhone 13 Pro અને iPhone 13 Pro Max) ની કસ્ટમ સિરીઝ લઈને આવી છે.  iPhone ની લેટેસ્ટ સિરીઝનું આ કસ્ટમાઇઝ્ડ વર્ઝન Rolex વોચના અલગ-અલગ મોડલ્સથી ઇન્સ્પાયર્ડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 કેરેટ વ્હાઇટ ગોલ્ડથી બન્યું છે આ વેરિએન્ટ
કેવિયરે iPhone 13 Pro અને iPhone 13 Pro Max સ્માર્ટફોનના 5 મોડલ્સ રજૂ કર્યા છે. આ મોડલ્સની કિંમત 6540 ડોલરથી 25,080 ડોલર (4.82 લાખ રૂપિયાથી 18.48 લાખ રૂપિયા) ની વચ્ચે છે. આ 5 કસ્ટમાઇઝ્ડ મોડલમાં સૌથી મોઘું રોલેક્સના Rolex Cellini કલેક્શનથી ઇન્સ્પાયર્ડ છે.  iPhone 13 Pro સિરીઝના આ કસ્ટમ વેરિએન્ટમાં 18 કેરેટના વાઇટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિવાઇસની ફ્રેમ 18 કેરેટ રોજ ગોલ્ડથી કસ્ટમાઇઝ્ડ કરવામાં આવી છે. આ વેરિએન્ટની કિંમત 25080 ડોલર આશરે (18.48 લાખ રૂપિયા) છે. 


આ પણ વાચોઃ Jio ના આ 3 રિચાર્જ પ્લાન પર 20% કેશબેક, 168GB સુધી ડેટાની સાથે ફ્રી કોલિંગ  


આ કસ્ટમાઇઝ્ડ સ્માર્ટફોનમાં ઉલ્ટા-પિંડનો ઉપયોગ
બીજો કસ્ટમાઇઝ્ડ સ્માર્ટફોન  Rolex Cosmograph Daytona વોચ સિરીઝથી ઇન્સ્પાયર્ડ છે. કેવિયરનો દાવો છે કે iPhone 13 Pro સિરીઝના આ કસ્ટમ વેરિએન્ટા ઉપરના ભાગમાં અસલ મીટિયોરાઇટ (ઉલ્કા પિંડ) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વેરિએન્ટની કિંમત 7060 ડોલર (આશરે 5.2 લાખ રૂપિયા) થી શરૂ થાય છે. કસ્ટમ સિરીઝનો અન્ય ફોન Rolex Sky Dweller સિરીઝથી ઇન્સ્પાયર્ડ છે. આ કસ્ટમ ડિવાઇસમાં બ્લેક PVD કોટિંગની સાથે હાઈ-ઇન્પેક્ટ ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમત 6910 ડોલર (આશરે 5.10 લાખ રૂપિયા) થી શરૂ થાય છે. 


iPhone 13 Pro ના ઓલિવ રેજ મોડલમાં Rolex Datejust વોચ ડિઝાઇન જોવા મળે છે. આ સ્માર્ટફોનનો ઉપરી ભાગ એલ્યુમિનિયમનો બનેલો છે અને તે કલરમાં ઓલિવ-ગ્રીન છે. આ સ્માર્ટફોનની કિંમત 6830 ડોલર (આશરે 5.03 લાખ રૂપિયા) છે. કસ્ટમાઇઝ્ડ સિરીઝનો છેલ્લો ફોન 6540 ડોલર (આશરે 4.82 લાખ રૂપિયા) છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube