નવી દિલ્હી : વોટ્સએપ દ્વારા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. આમાં અપડેટ થયા પછી એપ્લિકેશન કેટલાક ફોન પર કામ કરવાનું બંધ કરી દેશે. વોટ્સએપે એ સ્માર્ટફોનનું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં આ એપ કામ નહીં કરે. જોકે એવા સમાચાર છે કે કેટલીક એપ પર એપ્લિકેશને કામ કરવાનું બંધ કરી દીધું છે. વોટ્સએપે કહ્યું છે કે એપ્લિકેશન અપડેટ થયા પછી આ તમામ સ્માર્ટફોન નહીં ચાલે. વોટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુકને કહ્યું છે કે જે પણ બદલાવ થયા છે કે જે બદલાવ થયા છે એ જુની ઓપરેટિંગ સિસ્ટમ માટે યોગ્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સએપ નહીં ચાલે આ સ્માર્ટફોન પર 


  • 2.3.3થી જુના વર્ઝનના એન્ડ્રોઇડ ફોન

  • 8.0 અને એનાથી જુના વિન્ડોઝ ફોન 

  • આઇફોન 3 જીએસ/આઇઓએસ 6

  • નોકિયા સિમ્બિયન એસ 60

  • બ્લેકબેરી ઓએસ અને બ્લેકબેરી 10


ફેસબુકે જણાવ્યું છે કે જુની ઓપરેટિંગ સિસ્ટમ પર વોટ્સએપનું નવું એકાઉન્ટ પણ નહીં બને. જોકે નોકિયા એસ 40 પર 31 ડિસેમ્બર, 2018 સુધી એપ્લિકેશન ચાલતી રહેશે. આ એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને અન્ય પર 1 ફેબ્રુઆરી, 2020 સુધી ચાલશે જ્યારે આઇઓએસ 7 અને અન્ય પર 1 ફેબ્રુઆરી, 2020 સુધી ચાલશે.