નવી દિલ્હી: WhatsApp હવે આપણી જીંદગીનો મહત્વપૂર્ણ ભાગ બની ચૂક્યો છે. હાલના સમયમાં કોમ્યુનિકેશન માટે આ સૌથી પોપ્યુલર App બની ચૂકી છે. પરંતુ શું તમે જાણો છો કે આ એપ પર કેટલાક સેટિંગ્સ છે જે તમારા ફોન માટે ખતરનાક સાબિત થઇ શકે છે. જો તમે આ સેટિંગ્સ બદલ્યા નહી તો તમારો ફોન હેક (Smartphone Hack) થઇ શકે છે. જાણો આ સેટિંગ્સ વિશે અને શું છે આ ફોનને  ખતરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Disappearing messages
WhatsApp એ તાજેતરમાં જ આ નવું ફીચર Disappearing messages તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કર્યું હતું. તેના ઉપયોગથી તમારા મેસેજ આપમેળે ડિલીટ થઇ જશે. અપ્રંતુ પ્રાઇવેસી મુજબ આ પણ એક ખતરનાક ફીચર છે. જોકે App માં આ આપમેળે ડિલીટ થનાર મેસેજ ઓછામાં ઓછા 7 દિવસનો રહી શકે છે. એવામાં તમારા મેસેજ નોટિફિકેશનમાં રહે છે, સાથે જ આ ચેટ્સને બીજા યૂઝર કેપ્ચર કરી શકે છે. સાથે જ રિસીવ કરનાર યૂઝર તમારા મેસેજને બેકઅપમાં રાખી શકે છે. સુરક્ષાની દ્વષ્ટિએ તમે ચેટ તાત્કાલિક ડિલીટ કરી દો. 

શું તમે જાણો છો SBI ની આ EMI સુવિધા વિશે? મળે આટલા બધા ફાયદા


Default Saved Images
જો તમારા WhatsApp પર આવનાર ફોટો અથવા વીડિયો આપમેળે સેવ થઇ જાય છે તો તાત્કાલિક સેટિંગ બદલી દો. જોકે સાઇબર એક્સપ્ર્ટના અનુસાર ફોટોઝ ઘણીવાર ટ્રોઝન હોર્સ (Trojan horse) ની માફક કામ કરે છે. તેની મદદથી હેકર્સ તમારા ફોનને એકદમ સરળતાથી હેક કરી શકે છે. તેનાથી બચવા માટે તાત્કાલિક તમારા WhatsApp સેટિંગમાં જાવ. હવે ચેટ્સને ક્લિક કરીને Save to Camera Roll ને બંધ કરી દો. 


WhatsApp નું બેકઅપ iCloud પર ન લો
અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે  Apple ની સિક્યોરિટી સૌથી મજબૂત છે. પરંતુ એક્સપર્ટનું માનીએ તો ક્યારે પણ WhatsApp નું બેકઅપ iCloud માં લેવું ન જોઇએ. કોઇપણ WhatsApp ચેટ iCloud માં ગયા પછી એપ્પલની પ્રોપર્ટી થઇ જાય છે. iCloud માં પહોંચ્યા પછી તમારી ચેટ decrypted થઇ જાય છે. એટલે કે સુરક્ષા એજન્સીઓ તમારી ચેટ્સને એપ્પલથી લઇ શકે છે. એક્સપર્ટ તેના માટે iCloud માં બેકઅપ લેવા માટે ન પાડે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube