5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
7 Seater CNG Car: હાલમાં 5 સીટર સીએનજી કાર વ્યાપકપણે ઉપલબ્ધ છે, પરંતુ જેઓ 7 સીટર કાર ઈચ્છે છે તેમના માટે ઓપશન ખુબ જ મર્યાદિત છે.
Maruti Ertiga CNG: ભારતમાં CNG કાર માટે ઘણા બધા વિકલ્પો છે. ગ્રાહકો આ કારને વધુ પસંદ કરે છે કારણ કે તેમને ઉત્તમ માઈલેજ મળે છે. હાલમાં, 5-સીટર સીએનજી કાર વ્યાપકપણે ઉપલબ્ધ છે, પરંતુ 7-સીટર કાર ઇચ્છતા લોકો માટે વિકલ્પો મર્યાદિત છે. મારુતિ સુઝુકી અર્ટિગા આવા ગ્રાહકો માટે બેસ્ટ ઓપશન છે. તે 7 સીટર MPV છે, જે ફેક્ટરી-ફીટેડ CNG કિટ સાથે પણ ઉપલબ્ધ છે.
મારુતિ અર્ટિગા વેરિઅન્ટ્સ અને કિંમતો
તમને જણાવી દઈએ કે મારુતિ અર્ટિગા દેશમાં સૌથી વધુ વેચાતી MPV છે. આ કારના બેઝ મોડલની કિંમત રૂ. 8.35 લાખથી શરૂ થાય છે અને રૂ. 12.79 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. કંપની એર્ટિગાને LXI, VXI, ZXI અને ZXI+ જેવા ટ્રિમ્સમાં વેચે છે. તેમાંથી VXI અને ZXI ટ્રિમ્સમાં CNG ઓફર કરવામાં આવે છે. કિંમત વિશે વાત કરીએ તો, VXI (O) CNG વેરિઅન્ટની કિંમત 10.58 લાખ રૂપિયા છે. બીજી તરફ, જો તમને વધુ સુવિધાઓ જોઈતી હોય, તો તમે ZXI (O) CNG વેરિઅન્ટ ખરીદી શકો છો, જેની કિંમત રૂ. 11.68 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) છે.
આ પણ વાંયો:
લોન્ચ થઈ મોસ્ટ પાવરફુલ Sport Bike! કિંમત છે 42 લાખ રૂપિયા, ડિઝાઇન પણ છે દમદાર
શું તમારે પણ બાળકોનું Aadhaar Card કઢાવવું છે? આજે જ ઘરે બેઠા કરો અરજી
Upcoming: આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે Jimny, Exter, Elevate સહિત આ 8 નવી SUV
Ertiga CNG ના એન્જિન સ્પેસિફિકેશન્સ
એન્જિનની વાત કરીએ તો તેમાં 1.5 લીટરનું ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન હળવી હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે આવે છે. તે 103 PS પાવર અને 136.8 Nm ટોર્ક જનરેટ કરે છે. CNG મોડ પર તેનો પાવર 88 PS રહે છે અને ટોર્ક 121.5 Nm રહે છે. જ્યાં પેટ્રોલ મોડલમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પો આપવામાં આવ્યા છે.
મારુતિ અર્ટિગાની માઈલેજ
-- પેટ્રોલ મેન્યુઅલ: 20.51 kmpl
-- પેટ્રોલ ઓટોમેટિક: 20.3 kmpl
-- CNG વેરિઅન્ટ: 26.11 kmpl
મારુતિ અર્ટિગા ફીચર્સ
આ કાર 7-ઇંચ સ્માર્ટપ્લે પ્રો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. Ertigaમાં ક્રૂઝ કંટ્રોલ, ઓટો હેડલેમ્પ્સ, ઓટો એસી અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી (ટેલેમેટિક્સ) જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સલામતીની દ્રષ્ટિએ, કાર ડ્યુઅલ એરબેગ્સ, EBD ABS, બ્રેક સહાય અને પાછળના પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ સાથે આવે છે.
આ પણ વાંયો:
ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ
Highest Paid OTT એક્ટ્રેસ કોણ? સુષ્મિતા, સામન્થા અને ગૌહર ટોપ 5 માં સામેલ
High Paying Jobs : આ છે ટોપ 5 હાઈએસ્ટ પેઈંગ વર્ક ફ્રોમ હોમ જોબ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube