Apple Watch: જો તમે લાંબા સમયથી મોંઘી એપલ વોચ અલ્ટ્રા ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, પરંતુ તમને સમજાતું નથી કે 90 હજારની કિંમતની આ સ્માર્ટવોચ કેવી રીતે ખરીદવી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે આ સ્માર્ટવોચ વેચાઈ રહી છે પોસાય તેવા ભાવે. ગ્રાહકો માત્ર 2,000 રૂપિયા ખર્ચીને 90,000 રૂપિયાની કિંમતની આ સ્માર્ટવોચને તેમના ઘરે લઈ જઈ શકે છે અને તેના માલિક બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર મામલો


જો તમારા મનમાં પ્રશ્ન છે કે એફોર્ડેબલ એપલ વોચ અલ્ટ્રા ક્યાં ઉપલબ્ધ છે, તો જણાવી દઈએ કે એપલ વોચ અલ્ટ્રાની કિંમત 89,900 રૂપિયા છે. પરંતુ અમે જે સ્માર્ટવોચ લાવ્યા છીએ તે માત્ર 2,000 રૂપિયામાં વેચાઈ રહી છે. વોચ અલ્ટ્રાનું જે મોડલ વેચાઈ રહ્યું છે તે વાસ્તવમાં નકલી છે અથવા તો તેને રેપ્લિકા મોડલ પણ કહી શકાય. વાસ્તવમાં આ વોચ અલ્ટ્રા જેવી જ દેખાય છે, પરંતુ તેના ફીચર્સ ઓરીજીનલ વોચથી અલગ છે પરંતુ તેની ડિઝાઇન ઓલમોસ્ટ સેમ છે..


આ પણ વાંચો:
અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ
શુકનનો દિવસ છતા લોકોએ સોનું ન ખરીદ્યું, અખાત્રીજે આખા ગુજરાતમાં માત્ર આટલુ જ સોનું
Breaking News Amritpal Singh Surrender: ભાગેડૂ અમૃતપાલ સિંહનું પોલીસ સમક્ષ સરન્ડર


આ સ્માર્ટવોચ ક્યાં ઉપલબ્ધ છે


તમને જણાવી દઈએ કે ફેસબુક પર એક એવું માર્કેટપ્લેસ છે જ્યાં લોકો તેમના પ્રોડક્ટ્સ લાવે છે અને વેચે છે, આ માર્કેટપ્લેસમાં ફેક વોચ અલ્ટ્રા પણ વેચાઈ રહી છે. સ્માર્ટ અલ્ટ્રાની કિંમત માત્ર ₹2000 રાખવામાં આવી છે અને આ જ કારણ છે કે લોકો તેને આડેધડ ખરીદી રહ્યા છે. આ સંપૂર્ણ રીતે નકલી છે અને જો તમે એવું વિચારી રહ્યા છો કે ઓછા પૈસા ખર્ચ્યા પછી તમને ઓરીજીનલ સ્માર્ટ ઘડિયાળ મળશે તો તે તમારી માન્યતા ખોટી છે. ઓછા બજેટને કારણે લોકો તેને વધુ ખરીદે છે પરંતુ આ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે નકલી છે.. 


આ પણ વાંચો:
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત, ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો
પિતાવિહોણી દીકરીઓ માટે ગુજરાતના અહીં બનશે કન્યા ગુરુકુળ, ભણવાથી લઈ બધો ખર્ચ ઉપાડશે
રાશિફળ 23 એપ્રિલ: આ જાતકોને આજે થોડું જોખમ ફાયદો કરાવશે, જાણો કોણે રહેવું પડશે સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube