નવી દિલ્હીઃ Cheapest Diesel Car- Tata Altroz: ટાટા મોટર્સની પાસે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઈલેક્ટ્રિક કારોનો મોટો પોર્ટફોલિયો છે. તેમાં હેચબેક, કોમ્પેક્ટ સેડાન, કોમ્પેક્ટ એસયુવી અને મિડ સાઇઝ એસયુવી સામેલ છે. જો આપણે દેશની સૌથી સસ્તી ડીઝલ કારની વાત કરીએ તો તે પણ ટાટા મોટર્સની છે. તે ટાટા અલ્ટ્રોઝ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાટા અલ્ટ્રોઝ પેટ્રોલ, સીએનજી અને ડીઝલ, ત્રણેય ફ્યૂલ વિકલ્પની સાથે બજારમાં મારૂતિ સુઝુકી બલેનોને ટક્કર આપે છે. પરંતુ બલેનો અને અલ્ટ્રોઝના વેચાણમાં જમીન-આસમાનનું અંતર છે. બનેલો દેશમાં  સૌથી વધુ વેચાતી કારોમાંથી એક છે, જ્યારે અલ્ટ્રોઝ વેચાણના મામલામાં ખુબ પાછળ છે.


ટાટા અલ્ટ્રોઝ ડીઝલ કિંમત
આમ તો ટાટા અલ્ટ્રોઝની કિંમત 6.65 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ વેરિએન્ટ માટે 10.80 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. પરંતુ જો તમે તેના ડીઝલ વેરિએન્ટની વાત કરો તો તેની કિંમત 8.90 લાખથી શરૂ થાય છે. ડીઝલ ફ્યૂલની સાથે તેનો બેઝ વેરિએન્ટ એક્સએમ પ્લસ ડીઝલ છે.


આ પણ વાંચોઃ લોકો આંખ બંધ કરીને ખરીદી રહ્યાં છે 8.69 લાખની આ 7-સીટર કાર, ખરીદવા માટે વેઇટિંગ


ટાટા અલ્ટ્રોઝ એન્જિન ઓપ્શન
તેમાં 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.2 લીટર ચર્બોચાર્ઝ્ડ પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિન ઓપ્શન મળે છે. ત્રણેયની સાથે 5 સ્પીડ મેનુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ આવે છે. તેમાં ડીઝલ એન્જિન 90PS@4000rpm અને 200Nm@1250-3000rpm જનરેટ કરે છે. તે 23.64kmpl માઇલેજ ઓફર કરે છે.


ટાટા અલ્ટ્રોઝ ફીચર્સ
અલ્ટ્રોઝમાં 7 ઇંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સેમી ડિઝિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એમ્બિએન્ટ લાઇટિંગ, ક્રૂઝ કંટ્રોલ, સિંગલ પેન સનરૂફ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, પાવર વિંડો, લેધર સ્ટીયરિંગ વ્હીલ, લેધર સીટો, ફોગ લાઇટ્સ, રિયર ડિફોગર, રેન સેન્સિંગ વાઇપર અને અલોય વ્હીલ્સ જેવા ઘણા ફીચર્સ મળે છે.


ટાટા અલ્ટ્રોઝ સેફ્ટી 
ટાટા અલ્ટ્રોઝ 5 સ્ટાર સેફ્ટી રેટેડ કાર છે. ગ્લોબલ એનસીએપીએ પોતાના ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ આપી રાખી છે. તેમાં ડુઅલ ફ્રંટ એરબેગ ISOFIX ચાઇલ્ડ-સીટ એન્કર, ઓટો પાર્ક લોક (માત્ર DCT) અને રિયર પાર્કિંગ સેન્સર આવે છે.