WhatsApp Video Call MMS: આજકાલ મોટાભાગના લોકો વીડિયો કોલ કરવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે સતત અને રોજ વીડિયો કોલિંગ કરતા હોવ તો તમારા સાવધાન રહેવાની જરૂર છે. તમારી એક લાપરવાહી તમને મુશ્કેલીમાં નાંખી શકે છે. કારણ કે, વોટ્સએપ પર કેટલાક અસામાજિક તત્વો એક્ટિવ થઈ જાય છે, જે તમારી માહિતીનો વીડિયો બનાવી લે છે અને પછી તેઓ બ્લેકમેલ કરવાનું શરૂ કરી દે છે. જો તમે આ વિશે જાણવા માંગો છો તો જાણી લો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, જ્યારે તમે વોટ્સએપ કોલિંગ કરો છો ત્યારે અનેકવાર ફોન કટ કરવાનું ભૂલી જાઓ છો. તમને લાગે છે કે તમે ફોન કર્યો છો, પરંતુ હકીકતમાં એવુ નથી હોતું. સામી વ્યક્તિને તમારો વીડિયો દેખાય છે. પરંતું તમને લાગે છે કે તમે ફોન કટ કરી દીધો છે. 


આ પણ વાંચો : નવીનક્કોર વંદેભારત ટ્રેનને નડ્યો અકસ્માત, રખડતા ઢોર અડફેટે આવતા આગળનો ભાગ તૂટ્યો


Video Call કટ થયા બાદ પણ ચાલુ રહે છે કેમેરા
જો તમે ગૂગલ પ્લે સ્ટોરથી કોઈ વીડિયો એપ ડાઉનલોડન કરી રહ્યાં છો તો બહુ જ ધ્યાન રાખીને તેને ડાઉનલોડ કરો. કારણ કે, જ્યારે તમે તેને ડાઉનલોડ કરો છો અને તેને પરમિશન આપો છો, તો અનેકવાર કેટલાક એપ તમારા વોટ્સએપને હેક કરી શકે છે. જ્યારે તમે તેને સ્માર્ટફોનના સ્ટોરેજની પરમિશન આપો છો, તો તે તમારા વોટ્સએપને પણ હેક કરી શકે છે. તમને લાગે છે કે ફોન કટ થઈ ગયો છે, પરંતુ એવુ હોતુ નથી. તમારો કેમેરા હંમેશા ઓન રહે છે. આવામાં સામી વ્યક્તિને તમારો વીડિયો જોવા મળે છે. અનેકવાર હેકર્સ દૂર બેસીને તમારા સ્માર્ટફોનને એક્સેસ કરી શકે છે. તમારા સ્માર્ટફોનના કેમેરાને એક્ટિવ રન અંદર તમારી અંગત પળોના વીડિયો બનાવતા રહે છે. જો તમે તેનાથી બચવા માંગો છો તો ફાલતૂ એપન ડાઉનલોડ ન કરો, અને તેને સ્ટોરેજની પરમિશન ન આપો.