Aadhar Card Update: આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે જે દરેક નાગરિક પાસે હોય તે જરૂરી છે. આજના સમયમાં દરેક મહત્વનું કામ આધાર કાર્ડ પરથી જ થાય છે. દરેક જગ્યાએ ઓળખના પુરાવા તરીકે પણ આધાર કાર્ડ રજૂ કરી શકાય છે. આધાર કાર્ડ બનાવવામાં આવે ત્યારે તેમાં ફોન નંબર પણ આપવો પડે છે. અને હવે તો લોકો થોડા થોડા સમયમાં પોતાના નંબર બદલી દેતા હોય છે. વળી કેટલાક લોકોએ આધાર કાર્ડ માટે માતા-પિતાના નંબર આપેલા હોય છે. તેવી સ્થિતિમાં જ્યારે આધાર કાર્ડમાં પોતાનો કયો નંબર એડ કરેલો છે તે જાણવું હોય તો મુશ્કેલ લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમને પણ આજના સમયમાં ખબર નથી કે તમારું આધાર કાર્ડ બન્યું ત્યારે તમે ક્યો નંબર આપ્યો હતો તો આ માહિતી તમારા કામની છે. આજે તમને જણાવીએ કે તમારા આધાર કાર્ડ સાથે ક્યો ફોન નંબર જોડાયો છે તે જાણવું કેવી રીતે. તેના માટે તમે UIDAIની આધિકારીક વેબસાઈટ myaadhaar.uidai.gov.in અથવા mAadhaar એપ્લિકેશન પર ઈમેઈલ અને ફોન નંબરને વેરિફાય કરી શકો છે.  આ સુવિધાથી તમે એ જાણી શકો છો કે તમારું ઈ-મેઈલ આઈડી કે મોબાઈલ આધાર સાથે લિંક કરેલું છે કે નહીં.


આ પણ વાંચો: 


Nokia નો આ ફોન છે જોરદાર, પાણીમાં ફેંકો, નીચે પછાડો તો પણ નહીં થાય નુકસાન


OMG! Google આવા એકાઉન્ટ્સ કરી દેશે Delete, ચેક કરો તમે તો નથી કરીને આ ભુલ


મોબાઈલ ખોવાય કે ચોરી થાય તો નહીં થાય ટેન્શન, આ રીતે ફોન પર રાખી શકો છો નજર


મોબાઈલ નંબર ચેક કરવા ફોલો કરો આ સ્ટેપ્સ


જો તમારો ફોન નંબર પહેલેથી વેરિફાઈ થયેલો છે તો તમને સ્ક્રીન પર એક મેસેજ આવશે. જેમાં લખેલું હશે કે તમારે ફોન નંબર વેરિફાઈડ છે. આ સિવાય જો તમને નોમિનેશનના સમયે નાંખવામાં આવેલો નંબર યાદ નથી તો તમે mAadhaar એપ પર વેરિફાઈ ફીચર પર મોબાઈલ નંબરના છેલ્લા 3 આંકડા નાખીને ચેક કરી શકો છો.

- સૌથી પહેલા  UIDAIની આધિકારીક વેબસાઈટ myaadhaar.uidai.gov.in જાઓ.


- વેબસાઈટ પર જઈને આધાર સર્વિસિઝના ઓપ્શન પર ક્લિક કરો.


- જે બાદ વેરિફાઈ ઈમેઈલ/મોબાઈલ નંબરના ઓપ્શનને સિલેક્ટ કરીને આધાર નંબર દાખલ કરો. 


- આગલા સ્ટેપમાં ફોન નંબર નાંખીને ઓટીપી જનરેટ કરાવીને તેને વેરિફાઈ કરાવો.


- જ્યારે તમારું ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર વેરિફાઈ થઈ જશે તો એક મેસેજથી તમને જણાવવામાં આવશે.