Nokia નો આ ફોન છે જોરદાર, પાણીમાં ફેંકો, નીચે પછાડો તો પણ નહીં થાય નુકસાન

Nokia Rugged Phone: આ ફોન એટલો મજબૂત છે કે જેની કલ્પના પણ કોઈએ કરી ન હોય. આ ફોન ખાસ કરીને એવા લોકો માટે વરદાન સાબિત થશે જેવો એડવેન્ચર પર જવાના શોખીન હોય. આ મજબૂત ફોન પાણીમાં પડે કે પથ્થર પર પડે તો પણ ખરાબ થતો નથી.

Nokia નો આ ફોન છે જોરદાર, પાણીમાં ફેંકો, નીચે પછાડો તો પણ નહીં થાય નુકસાન

Nokia Rugged Phone: થોડા સમય પહેલા જ નોકિયાએ પોતાના રગ્ડ ડિવાઇસીસની લીસ્ટમાં એક જોરદાર સ્માર્ટફોનનો સમાવેશ કર્યો છે. આ સ્માર્ટફોન મજબૂતીની બાબતમાં બધા જ રેકોર્ડ તોડી શકે છે. આ સ્માર્ટફોન છે Nokia XR20 ઈંડસ્ટ્રીયલ એડિશન. આ ફોન એટલો મજબૂત છે કે જેની કલ્પના પણ કોઈએ કરી ન હોય. આ ફોન ખાસ કરીને એવા લોકો માટે વરદાન સાબિત થશે જેવો એડવેન્ચર પર જવાના શોખીન હોય. આ મજબૂત ફોન પાણીમાં પડે કે પથ્થર પર પડે તો પણ ખરાબ થતો નથી.

આ પણ વાંચો:

નવો નોકિયા સ્માર્ટફોન પણ એચએમડી ગ્લોબલ દ્વારા નિર્મિત છે. આ ફોન ટોપ ફિચર્સ સાથે આવે છે જે ફુલ રગ્ડ સ્માર્ટફોનની જરૂરીયાત પુરી કરે છે. ફોન ઘણા સર્ટિફિકેશન્સ સાથે આવે છે જેમકે ATEX, IECEx, NEC500 અને UL સર્ટિફિકેટ.

આ સર્ટિફિકેટ દર્શાવે છે કે આ ફોનનો ઉપયોગ એ દરેક જગ્યાએ થઈ શકે છે જ્યારે જ્વલનશીલ રયાસણનો ઉપયોગ થતો હોય અને વિસ્ફોટ સંભવ હોય. નિર્માણ સ્થળ પર કામ કરતાં લોકો ઉપરાંત ડ્રિલિંગ, કારાખાના, ખાણ કે અન્ય જોખમી જગ્યાએ કામ કરતાં વ્યક્તિ આ ફોન વાપરી શકે છે. કારણ કે આ જગ્યાઓએ ફોન પડી પણ જાય તો તેને કોઈ નુકસાન નહીં થાય.

Nokia XR20 5G નું વજન 248 ગ્રામ છે. તેમાં Single SIM નો ઉપયોગ થઈ શકે છે. આ સ્માર્ટફોનને IP68 ડસ્ટ અને વોટર રેઝિસ્ટેંટ રેટિંગ મળ્યા છે. સ્માર્ટફોનમાં  IPS LCD ડિસ્પ્લે છે જેની બ્રાઈટનેસ 550 nits છે. ડિસ્પ્લે સાઈઝ 6.67 inches ની છે. સ્માર્ટફોનમાં Qualcomm SM4350 Snapdragon 480 5G (8 nm) પ્રોસેસર છે. તેનો કેમેરો 48 MP અને અલ્ટ્રાવાઈડ કેમેરો 13 MP નો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news