દક્ષિણ ચીનના ગુઆંગ્ડોંગ પ્રાંતમાં ગ્વાંગઝોઉ બાયુન આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર 5G બેસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ આ દેશનું પ્રથમ 5G સુવિધાવાળુ એરપોર્ટ બની ગયું છે. સરકારી એજન્સીના સમાચાર અનુસાર આ નેટવર્કની સ્પીડ હાલમાં 4G નેટવર્ક કરતાં લગભગ 50 ગણી વધારે ઝડપી છે જે 1.14 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે. બેસ સ્ટેશનનું નિર્માણ ચીનમાં યૂનિકોમના ગ્વાંગઝોઉ શાખાએ કરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vodafoneએ લોન્ચ કર્યો ધાંસુ પ્લાન, મળી રહી છે જબરદસ્ત સુવિધા


ચાઇના યૂનિકોમે બનાવ્યું આ બેસ સ્ટેશન
ચાઇના યૂનિકોમની ગ્વાંગઝોઉ શાખાએ આ બેસ સ્ટેશનનું નિર્માણ કર્યું છે. તેમાં Huawei લૈંપસાઇટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Air Indiaની ધમાકેદાર ઓફર, 979 રૂપિયામાં ફરવાનો ચાન્સ 


ચીનનું મુખ્ય એરપોર્ટ છે ગ્વાંગઝોઉ બાયુન
ગ્વાંગઝોઉ બાયુન દક્ષિણી ચીનનું એક મુખ્ય એરપોર્ટ છે જ્યાંથી 90 ગંતવ્યો માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ ચાલે છે. 2017માં આ એરપોર્ટથી 6.58 કરોડ પેસેંજરસનું અવરજવર થઇ હતી. એરપોર્ટ ઉપરાંત ગ્વાંગઝોઉના મહત્વપૂર્ણ સ્થળો પર ઈંડસ્ટ્રિયલ પાર્ક્સમાં પણ 5G કવરેજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.