નવી દિલ્હી: આજના આધુનિક યુગમાં ટેક્નોલોજી દિવસેને દિવસે વિકસિત થઈ રહી છે. ભલે પછી તે મોબાઈલમાં હોય કે પછી અન્ય કોઈ ગેજેટ. અત્યાર સુધીમાં તમે સાંભળ્યું હશે કે મોબાઈલ ફોન 1 TB સુધીના મેમરી કાર્ડને સપોર્ટ કરશે. પણ હદ ત્યારે થઈ જ્યારે એક ચિપ મેકર કંપનીએ 1.5 TBનું મેમરી કાર્ડ લોન્ચ કર્યું. એક અંગુઠાના નખ સમાન મેમરી કાર્ડમાં 1500 GBની સ્ટોરેજ મળવી તે લોકો માટે આશ્ચર્યનો વિષય છે. પરંતુ આ હકિકત છે. હવે સવાલ એ છે કે આટલી મોટી સ્ટોરેજવાળું મેમરી કાર્ડ શું કોઈ ફોનમાં ચાલશે. જવાબ છે ના. કારણ કે હજુ સુધી 1.5 TB સપોર્ટ કરનારા ફોન બન્યા જ નથી. આ ચિપ મેકર કંપની અને તેના મેમરી કાર્ડ વિષે આવો જાણીએ સંપૂર્ણ વિગત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિપમેકર કંપની માઈક્રોને(Micron) વિશ્વની સૌથી મોટી કેપેસિટીવાળું માઈક્રો SD કાર્ડ લોન્ચ કર્યું છે. આ મેમરી કાર્ડમાં યુઝરને 1.5 TB સ્ટોરેજ એટલે કે 1500 GBની સ્ટોરેજ આપવામાં આવી છે. i400 નામના માઇક્રોનના આ કાર્ડમાં જૂના સૌથી શક્તિશાળી માઈક્રો SD કાર્ડ કરતાં 50 ટકા વધુ સ્ટોરેજ છે. આટલું સ્ટોરેજ આપવા માટે કંપનીએ આ કાર્ડમાં 176 લેયર 3D NAND ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.


તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે આ મેમરી કાર્ડ 5 વર્ષ સુધી સતત હાઈ ક્વોલિટી વીડિયો રેકોર્ડિંગ કરી શકે. એટલે કે, તે ખાસ કરીને ડેશ કેમ્સ, હોમ સિક્યુરિટી સોલ્યુશન્સ, પોલીસ માટે બોડી કેમેરા અને સમાન સ્ટોરેજ ઉપકરણો માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.


માઇક્રોન i400 માઇક્રોએસડી કાર્ડમાં SD એક્સપ્રેસ ટેક્નોલોજી છે, જે હાઇ-સ્પીડ ટ્રાન્સફર આપે છે. આમાં તમે 4 જીબી પ્રતિ સેકન્ડની ઝડપે ડેટા ટ્રાન્સફર કરી શકો છો. માઇક્રોએસડી કાર્ડના પ્રદર્શન વિશે હજી સુધી કોઈ વિગતો નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ઇન્ડસ્ટ્રી-ગ્રેડનું માઇક્રોએસડી કાર્ડ હશે. સ્માર્ટફોનમાં તેનો ઉપયોગ કરી શકાશે નહીં, કારણ કે મોટાભાગના સ્માર્ટફોન 1TB સુધીના સ્ટોરેજને સપોર્ટ કરે છે.


અગાઉ, મહત્તમ સ્ટોરેજ સાથેનું માઇક્રોએસડી કાર્ડ 1TB હતું. જોકે હાલ જાણી શકાયું નથી કે માઇક્રોન i400 માઇક્રોએસડી કાર્ડ ક્યારે વેચાણ માટે આવશે, અને ના તો કંપની તરફથી અત્યાર સુધી તેની કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube