Car Cleaning Tips: ઘણા લોકો પોતાની કારને ચકાચક રાખવા માટે દરરોજ તેની સફાઈ કરે છે તેમ છતાં તેમાં લાગેલી ધૂળ અને માટી સારી રીતે સાફ થતી નથી. જો તમે પ્રોફેશનલ રીતે તમારી કારને સાફ કરાવવા ઈચ્છો છો તો 300થી લઈને 500 રૂપિયાનો ખર્ચ આવે છે. વારેવારે આ ખર્ચ ભારે પડે છે. જો તમે પણ ઓછા ખર્ચ અને ઓછા પાણીનો વપરાશ કરી તમારી કારને ચકાચક રાખવા ઈચ્છો છો તો અમે તમને એક શાનદાર ટ્રિક જણાવી રહ્યાં છીએ. તમે તેનો ઉપયોગ કરી તમારી કારને નવા જેવી રાખી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ રીતે કાર રહેશે ચકાચક
દરેક ઘરમાં ટૂથપેસ્ટ હાજર હોય છે, તેનો ઉપયોગ આમ તો દાંત ચમકાવવા માટે કરવામાં આવે છે, પરંતુ તમે ઈચ્છો તો ક્યારેક તેનો ઉપયોગ તમારી કાર ચમકાવવા માટે પણ કરી શકો છો.


આ પણ વાંચોઃ દરરોજ 4 રૂપિયાના ખર્ચમાં 336 દિવસની વેલિડિટી, કોલિંગ, ડેટા અને SMS બધુ  FREE


સાવધાનીથી કરી શકો છો સફાઈ
કારને આ રીતે સાફ કરવા દરમિયાન તમારે ખુબ સાવધાની રાખવી પડશે બાકી તમે કારના પેન્ટને પણ ખરાબ કરી શકો છો. જો તમે તમારી કારને સારી રીતે ચમકાવવા ઈચ્છો છો તો હંમેશા તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કેટલાક ભાગને તેનાથી ચમકાવો. આ ભાગમાં કારના ટાયર, રિમ, કારના વિંડશીલ્ડ અને તેમાં અન્ય ભાગ સામેલ છે. 


તેને સાફ કરવા માટે તમારે કંઈ કરવાનું નથી, બસ ઘરમાં રહેલી કોઈ સાધારણ તૂથપેસ્ટ લેવાની છે અને આ ભાગ પર લગાવી તમે તેને હાથથી રબ કરી શકો છો. કાર  સાફ કરતા પહેલા ત્યાં પાણી નાખો અને પછી ટૂથપેસ્ટ લગાવો. ત્યારબાદ પાંચ મિનિટ રાખ્યા બાદ તમે તેને પાણીથી સાફ કરી શકો છો. આમ કર્યા બાદ ટૂથપેસ્ટમાં રહેલ સોડાને કારણે તમારી કારના આ ભાગ ચમકી જાય છે.