નવી દિલ્હીઃ આજકાલ લોકો નવો ફોન ખરીદતાની સાથે જ મોબાઇલનું કવર શોધવા માટે અધીરા બનતા હોય છે. કારણે કે, કવરથી મહદ્દઅંશે મોબાઇલની સેફ્ટી રહે છે. બજારમાં રંગબેરંગી મોબાઇલના કવર ઉપલબ્ધ છે પરંતુ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે, મોબાઇલ ફોનમાં કવર લગાવવાથી સ્માર્ટ ફોનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. જો તમે પણ મોબાઇલ ફોનમાં કવર ચઢાવેલું રાખો છો તો તેનાથી શું નુકસાન થાય છે તે પણ જાણી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઇલ ફોનના કવરના ગેરફાયદા જાણી લો...
કવરના લીધે મોબાઇલની હીટ બહાર નીકળી શકતી નથી
મોબાઇલનું પ્રોસેસર સ્લો થવાની શક્યતા વધી જાય છે
મોબાઇલની કિનારીઓ પર ધૂળ જામી જાય છે.


આ પણ વાંચોઃ પાણી વિના વર્ષો સુધી જીવી શકે છે આ 'ઉપવાસી જીવ'! આ છે અંતરિક્ષમાં રહી શકે તેવો જીવ


સૌથી પહેલા તમને જણાવીએ તો, મોબાઇલમાં રહેલું રબરનું કવર અથવા તો પ્લાસ્ટિકનું કવર મોબાઇલમાંથી નીકળતી ગરમીને રોકે છે. જેના કારણે તમારો ફોન હીટ પકડી લે છે. એવા સમયે મોબાઇલનું પરફોર્મન્સ સ્લો થઇ શકે છે.


સ્માર્ટ ફોનમાં ઘણા સેન્સર લગાવેલા હોય છે. જો તમે પેક કવર લો છો તો તેનાથી ઘણા સેન્સર ઢંકાઇ જાય છે. જેનાથી નેટવર્ક કનેક્ટિવિટીમાં સમ્સયા સર્જાઇ શકે છે.  કવરનું એક નુકસાન એ પણ છે કે, તમે જો કવરની સફાઇ કરવાનું ભૂલી જાઓ તો, તેના કારણે મોબાઇલ ફોનની કિનારીઓ પર ધૂળ જમા થાય છે. જેના કારણે અમૂક રજકણો સ્પીકરમાં જવાની શક્યતા રહે છે... પરિણામે અવાજ પણ ધીમો આવવાની શરૂઆત થાય છે.


આ પણ વાંચોઃ મોજ-એ-દરિયા...માત્ર 10 હજારમાં લઈ જાઓ મનગમતો મોબાઈલ! ઘરવાલી-બહારવાલી દોનો ખુશ...!


છેલ્લી વાત તમને જણાવીએ તો, મોબાઇલ ફોનના સારા કવર માટે વધારાના પૈસા ખર્ચ કરવા પડે છે. તમને જાણીને નવાઇ લાગશે કે, કેટલાક લોકો આઇફોનના કવર માટે 4થી 5 હજારનો ખર્ચ કરે છે. જો તમે પણ કવર રાખ્યા વિના મોબાઇલની યોગ્ય જાળવણી કરશો તો મોબાઇલનું આયુષ્ય પણ વધી શકે છે અને પ્રોસેસર સારી રીતે કામ કરી શકે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube