ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (corona virus) ને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ઓનલાઈન માત્ર ખાદ્ય પદાર્થોનું વેચાણ જ થઈ રહ્યું છે. પરંતુ સામાન પહોંચાડવાની તેની ગતિ બહુ જ ધીમી થઈ ગઈ છે. બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ જેવા ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મના કર્મચારીઓની અછતને કારણે ડિલીવરી પહોંચાડવામાં બહુ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઓનલાઈન ડિલીવરી પ્લેટફોર્મને લોકડાઉનનો દિવસ 24 માર્ચની મધ્યરાત્રિએ જ લાગુ થવા પહેલા અનેક ઓર્ડર (online order) મળી ગયા હતા, જેને હાલ કંપનીઓને પૂરા કરવાના છે. 


ગુજરાતમાં આવેલા તબલિગી જમાતના 68 હજી પણ મિસીંગ, સરકારે HCમાં સોંપ્યો રિપોર્ટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રની સાથે સાથે સ્થાનિક અધિકારીઓના આશ્વાસન બાદ, ગત સપ્તાહ ઓનલાઈન ડિલીવરી પ્લેટફોર્મના સંચાલકોએ ગ્રાહકોને આગામી ચારથી પાંચ દિવસમાં તેમની સેવાઓના સુવ્યવસ્થિતિ હોવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ લોકડાઉનને કારણે કંપની પોતાની ડિલીવરી પ્રોસેસ પૂરી રીતે કરી નથી રહી. 


ગ્રોફર્સની પાસે હાલ પાંચ લાખ ઓર્ડર છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, અમે અમારી 100 ટકા ક્ષમતાથી પણ વધુ કામ કરી રહ્યાં છે. કેમ કે, ગોડાઉન માટે પરમિટની જરૂર છે અને ડિલિવરી માટે પણ પાસની આવશ્યકતા છે. 


અમદાવાદ : કોરોનાના નવા દર્દીમાં નિઝામુદ્દીન કનેક્શન નીકળ્યું, તો 7 વર્ષની બાળકી પણ ઝપેટમાં....


અત્યાર સુધી ગ્રોફર્સે પોતાના લગભગ 50 ટકા કર્મચારીઓ માટે પાસ મેળવી લીધા છે. કંપનીએ જણાવ્યું કે, સ્થાનિક અધિકારી બાકી પાસ માટે અમારી મદદ કરી રહ્યાં છે. તેમાં કેટલાક વધુ દિવસો લાગી શકે છે. 


લોકડાઉનને કારણે ડિલીવરી પાર્ટનર ઘરે જતા રહ્યા છે અને ઓનલાઈન ડિલીવરી પ્લેટફોર્મ તેઓને પરત આવવા કહી રહ્યાં છે. ગ્રોફર્સે કહ્યું કે, અમને ફરીથી અમારા 100 ટકા પરિચાલન માટે થોડા દિવસ લાગશે. ઓનલાઈન સામાન માંગનારા લાખો ગ્રાહકો નિરાશ છે, કેમ કે, તેઓને પૂરતો સામાન મળી નથી રહ્યો. આ ગ્રાહકો કંપનીઓને પોતાના મહત્વના સામાનની ડિલીવરી કરવા માટે સમયમર્યાદા નક્કી કરવા માટે મેસેજ પણ લખી રહ્યાં છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની વાત લખી રહ્યાં છે. 


ગ્રોફર્સની જેમ બિગબાસ્કેટ કંપનીને પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીએ બુધવારે જણાવ્યું કે, તેઓએ યુઝર્સનો ઓર્ડર સંભાળવા માટે પોતાની સર્વર ક્ષમતામાં 50 ટકા વધારો કર્યો છે. જે વધુ ઓર્ડર આપવામાં મદદ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર