માર્કેટમાંથી ટપોટપ ગાયબ થઈ રહ્યાં છે તમારા મનપસંદ iPhone
કોરોના વાયરસ (Coronavirus) થી દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. અનેક દેશ ખતરનાક વાયરસ COVID-19 ની વિરુદ્ધ જંગ લડી રહ્યાં છે. વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે વિવિધ પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે. તેની સાધી અસર જનતા પર પડી રહી છે. વેપાર એકદમ ઠપ્પ પડવા લાગ્યાં છે. હકીકત એ છે કે, iPhone 11 Pro અને iPhone 11 Max જેવા નવા આઈફોન રિટેલ સ્ટોર્સમાંથી ગાયબ થવા લાગ્યા છે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) થી દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. અનેક દેશ ખતરનાક વાયરસ COVID-19 ની વિરુદ્ધ જંગ લડી રહ્યાં છે. વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે વિવિધ પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે. તેની સાધી અસર જનતા પર પડી રહી છે. વેપાર એકદમ ઠપ્પ પડવા લાગ્યાં છે. હકીકત એ છે કે, iPhone 11 Pro અને iPhone 11 Max જેવા નવા આઈફોન રિટેલ સ્ટોર્સમાંથી ગાયબ થવા લાગ્યા છે.
આવતીકાલનું ભવિષ્ય રસ્તા પર... ઉત્તરવહીના સૌથી પહેલા ઝી 24 કલાકના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમેરિકન કંપની એપ્પલે iPhone સીરિઝના નવા મોડલને માર્કેટમાં લોન્ચ કર્યા હતા. પરંતુ કોરોના વાયરસના બચાવમાં લગાવવામાં આવેલ પ્રતિબંધના કારણે તેનું સપ્લાય થઈ નથી રહ્યું. એપ્પલ સ્ટોર માલિકોએ જણાવ્યું કે, સ્ટોરમાં માત્ર કેટલાક ફોન જ બચ્યા છે. અને પ્રતિબંધને લઈને આગળ ડિલીવરી ક્યા સુધી થશે તે માલૂમ નથી. આવામાં સ્ટોર ખતમ થયા બાદ શું થશે, તે ચિંતા સતાવી રહી છે.
વીરપુર બાદ ગોંડલથી બોર્ડની ઉત્તરવહી રેઢી મળી, આને ભૂલ કહેવાય કે બેદરકારી
એપ્પલ (Apple) ના લેટેસ્ટ ફોનની ડિમાન્ડ માર્કેટમાં સૌથી વધુ છે. તેના બહેતરીન ફીચર્સના લોકો દીવાના છે. પરંતુ આ ફોનને મેળવવા માટે લોકોને હવે જદ્દોજહદ કરવી પડી રહી છે. તો ફોનના વેચાણમાં પણ ભારે ઘટાડો થયો છે, અને કંપનીના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો. ગત ગુરુવારે Apple ના શેર લગભગ 5.5 ટકા પ્રિ-માર્કેટથી 260 ડોલર સુધી નીચે હતા.
ન્યૂયોર્કમાં અપર વેસ્ટ સાઈડના એક વેરિઝોન સ્ટોર કર્મચારીએ જણાવ્યું કે, અમે માત્ર એક શિપમેન્ટ મળ્યું છે, પરંતુ તેમાં એક પણ આઈફોન ન હતો. માત્ર ફ્લિપ ફોન અને સેમસંગના શિપમેન્ટ જ અમારા સુધી પહોંચી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર