સાવધાન! શું તમને આવ્યો છે Vaccination Register ના નામથી મેસેજ?
દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે 1 મેથી રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ દરમિયાન કેટલાક ફેક મેસેજ પણ લોકોને મળી રહ્યાં છે, જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. એક નવા માલવેર વિશે એક રિપોર્ટ સામે આવ્યો છે
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે 1 મેથી રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ દરમિયાન કેટલાક ફેક મેસેજ પણ લોકોને મળી રહ્યાં છે, જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. એક નવા માલવેર વિશે એક રિપોર્ટ સામે આવ્યો છે. જે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સને CoVID-19 ફ્રી વેક્સીન રજિસ્ટ્રેશન એપના નામથી આકર્ષિત કરે છે. સુરક્ષા સંશોધનકારોએ આ માહિતી આપી છે. આ નવો માલવેર યૂઝર્સને અનધિકૃત લિંક પર ટેપ કરવા અને CoVID-19 વેક્સીનેશન રજિસ્ટ્રેશન એપ ડાઉનલોડ કરવા કહે છે, જે કથિક રીતે ફેક એપ્લિકેશન છે.
SMS Worm
આ એપનું નામ SMS Worm છે. આ નવો માલવેર છે જે ટેક્સ્ટ મેસેજ દ્વારા યૂઝર્સના ડિવાઈસમાં ફેલાય છે અને તેમની કોન્ટેક્ટ ડિટેલ ચોરી કરે છે. તે સ્પષ્ટ છે કે CoVID-19 નિ:શુલ્ક વેક્સીન રજિસ્ટ્રેશન એપ સાંભળીને યૂઝર્સ તેને ડાઉનલોડ કરશે, પરંતુ આપણે બધાએ આવી ફેક એપ્લિકેશનો અને સાયબર એટેક સામે જાગૃત રહેવાની જરૂર છે.
આ પણ વાંચો:- ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના નવા કેસ કરતાં રિકવર દર્દીઓની સંખ્યા વધી
Covid-19 App
પહેલાં આ એપ્લિકેશનનું નામ Covid-19 હતું પરંતુ હવે તેનું નામ બદલીને Vaccination Register કરવામાં આવ્યું છે. સંશોધનકારો કહે છે કે તે તમારા ફોનની બંને SIM ને ટાર્ગેટ કરે છે. જેના કારણે તમારે સાવચેત રહેવાની જરૂર છે.
આ પણ વાંચો:- કોરોના દર્દીઓને મળશે VIP ટ્રીટમેન્ટ, રાજકોટના બિલ્ડરો અને ઉદ્યોગકારોની અનોખી પહેલ
માલવેરને કેવી રીતે અટકાવવું
- માલવેરને ટાળવાનો શ્રેષ્ઠ અને સૌથી સહેલો રસ્તો એ છે કે કોઈપણ અનધિકૃત સોર્સ અથવા વેબસાઇટ દ્વારા કોઈપણ એપ્લિકેશનને ડાઉનલોડ ન કરવી.
- જો તમને એસએમએસ દ્વારા એક લિંક પ્રાપ્ત થઈ છે જ્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, તો તમારે તેને અવગણવું જોઈએ.
- એન્ડ્રોઇડ માટે વાત કરતા, અહીં ફક્ત ગૂગલ પ્લે સ્ટોર પરથી જ એપ ડાઉનલોડ કરવી જોઈએ.
- એક બીજી રીત પણ છે, તમે જે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તેમાં ચોક્કસપણે જુઓ કે તે એપ્લિકેશન દ્વારા કઈ પરવાનગી માંગવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube