Cruise Control Feature in Car: ઓટો કંપનીઓ પોત પોતાની કારમાં સતત નવા નવા ફીચર્સ ઉમેરતી રહે છે. નવા ફીચર્સ લોકોની જરૂરીયાતને ધ્યાને રાખી ઉમેરવામાં આવે છે. પરંતુ જો આ ફીચર્સને બરાબર રીતે અથવા ખોટો ઉપયોગ કરવામાં આવે તો આ ફીચર્સ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આપણે વાત કરીએ છીએ લક્ઝરી કારમાં આવતા ક્રુઝ કંટ્રોલ ફીચરની. જો આ સુવિધાનો ઉપયોગ ખોટી જગ્યાએ અને ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરો પણ બની શકે છે. આ સમાચારમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે આ ફીચરનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રુઝ કંટ્રોલ કેવી રીતે કામ કરે છે?
જો તમારી કારમાં આ ફીચર નથી પરંતુ જો તમે એવી કાર ચલાવો છો જેમાં આ ફીચર છે તો આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમને ખબર નહીં હોય. વાસ્તવમાં, એકવાર આ ફીચર એક્ટિવેટ થઈ જાય તો તે કારને ઓટોમેટિક કંટ્રોલ કરવાનું શરૂ કરી દે છે. તે ઓટોમેટિકલી કારને જે ઝડપે એક્ટિવેટ કરે છે તે ઝડપે ચલાવે છે, જેથી કાર ચલાવતી વખતે ડ્રાઈવરે એક્સિલરેટર પેડલ દબાવવું ન પડે. આ ફીચરથી કારને નિર્ધારિત ગતિએ સતત ચલાવવામાં મદદરૂપ થાય છે. તેને એક્ટિવેટ કર્યા બાદ કારની સ્પીડ ન તો ઘટે છે અને ન તો વધે છે.


GST વિભાગના ગુજરાતભરમાં દરોડા, અમદાવાદની આ 16 પેઢીઓ બોગસ હોવાનો થયો ખુલાસો


શું છે નુકસાન?
કારની આ ખાસિયત તેના માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. જ્યારે તે ખોટા સમયે સક્રિય થાય છે ત્યારે આવું થાય છે. જો આ ફીચરને ટ્રાફિક વાળા રસ્તાઓ પર અથવા જ્યાં ભીડ હોય ત્યાં એક્ટિવેટ કરવામાં આવે તો કારને કંટ્રોલ કરવી મુશ્કેલ બની જાય છે. બને ત્યાં સુધી આ ફીચરનો ઉપયોગ ખાલી રસ્તાઓ પર કરવો જોઈએ. 


ઇતિહાસમાં પ્રથમવાર મરચાની તીખાશ વધી! ખેડૂતોને મળ્યો એટલો ભાવ કે વિશ્વાસમાં નહીં આવે!


ક્યારે ઉપયોગ ન કરવો-
આ સુવિધાનો ઉપયોગ ટ્રાફિક, ભીડવાળી જગ્યાઓ, ભીના રસ્તાઓ પર, વરસાદ દરમિયાન, હિમવર્ષા દરમિયાન અને અન્ય સમાન પરિસ્થિતિઓમાં થવો જોઈએ નહીં.