ગૂગલે Play Storeથી હટાવી 24 ખતરનાક એપ્સ, તમારા ફોનમાં હશે તો બરાબર લાગી જશે વાટ
ચિંતાની વાત તો એ છે કે આ એપ્સ આખી દુનિયામાં 38 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે
નવી દિલ્હી : સ્માર્ટફોન યુઝર્સનો ડેટા ફરી એકવાર ખતરામાં આવી ગયો છે. સાયબર સિક્યોરિટી વેબસાઇટ VPNProએ એવી 24 એપ્સની ઓળખ કરી છે જે તમારા ડેટા પર એટેક કરી શકે છે. આ એપ્સ દ્વારા થઈ રહેલી જાસુસી વિશે VPNProએ ચિંતા જાહેર કરી છે. ચિંતાની વાત તો એ છે કે આ એપ્સ આખી દુનિયામાં 38 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. હવે એક મોટું પગલું ઉઠાવીને ગૂગલ પ્લે સ્ટોરે આ એપ્સ હટાવી દીધી છે.
Xiaomiની મોટી ધમાલ, ભારતમાં પ્રથમવાર બની નંબર-1 હેન્ડસેટ બ્રાન્ડ
રિસર્ચ પ્રમાણે આ એપ્સને ડાઉનલોડ કરતી વખતે એ તમારા ફોનના કેમેરા, ફોટો ગેલરી તેમજ કોન્ટેક્સ જેવા ફિચર્સને એક્સેસ કરવાની પરમિશન માગે છે. પરમિશન મળ્યા પછી આ એપ્સ ફોટો ક્લિક કરી શકે છે. વીડિયો અને ઓડિયો રેકોર્ડ કરવાની સાથે એ યુઝરના ડેટાને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ સંજોગોમાં યુઝર્સની પ્રાઇવસી સતત સંકટમાં રહે છે.
OSCARSમાં જોવા મળ્યો ફોલ્ડેબલ Galaxy Z Flip, 11 ફેબ્રુઆરીએ થશે લોન્ચ
એક્સપર્ટના મત પ્રમાણે હેકર્સ આ એપ્સ પાસેથી યુઝરનો ડેટા ભેગો કરીને થર્ડ પાર્ટીને વેચી દે છે. VPNProનો દાવો છે કે આ એપ્સને ચાઇનીઝ સરકાર સાથે જોડાયેલી કંપની Shenzen Hawk Internet Co.એ ડેવલપ કરી છે. આના કારણે આશંકા છે કે એપ્સ યુઝર્સનો ડેટા ચોરીને એને ચીન મોકલે છે.
ખતરનાક એપ્સની યાદી
1. Super Cleaner
2. Hi Security
3. Candy
4. Super Battery
5. Gallary
6. Net Master
7. Filemanager
8. Hi VPN Pro
9. Calculator
10. Joy Recorder
11. Weather
12. Launcher
13. Hi VPN, Free VPN
14. Soccer Pinball
15. Dig it
16. Laser Break
17. Word Crush
18. Music Roam
19. Word Croeey!
20. Puzzle box
21. Candy Gallery
22. Candy Senfie Camera
23. Private Browser
24. Calender Lite
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર