Xiaomiની મોટી ધમાલ, ભારતમાં પ્રથમવાર બની નંબર-1 હેન્ડસેટ બ્રાન્ડ
ચાઇનીઝ સ્માર્ટફોન કંપની શાઓમી પ્રથમવાર સ્માર્ટફોન અને ફીચરફોનના મામલામાં ભારતની નંબર વન હેન્ડસેટ બ્રાન્ડ બની ગઈ છે. શાઓમીએ આ પોઝિશન પર ઘણા વર્ષોથી રહેલી સાઉથ કોરિયાની કંપની સેમસંગને પાછળ છોડી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન કંપની શાઓમી પ્રથમવાર સ્માર્ટફોન અને ફીચરફોનના મામલામાં ભારતની નંબર વન હેન્ડસેટ બ્રાન્ડ બની ગઈ છે. શાઓમીએ આ પોઝિશન પર ઘણા વર્ષોથી રહેલી સાઉથ કોરિયાની કંપની સેમસંગને પાછળ છોડી દીધી છે. માર્કેટના ઓક્ટોબર-ડિસેમ્બર આઈડીસી ડેટામાં આ વાત સામે આવી છે અને શાઓમી માટે આ એક મોટું પગલું છે. શાઓમી સ્માર્ટફોને બાકી કંપનીઓને સ્માર્ટફોન અને ફીચરફોનના સેલમાં પાછળ છોડી દીધી છે. પાછલા વર્ષે ચોથા અને છેલ્લા ક્વાર્ટરમાં શાઓમી 16 ટકા માર્કેટ શેરની સાથે ટોપ પોઝિશન પર રહ્યું છે. આઈડીસીના રિપોર્ટમાં તે કહેવામાં આવ્યું છે કે, ત્યારબાદ બીજા નંબર પર સેમસંગ છે અને JioPhoneનું વેચાણ કરનાર રિલાયન્સ ત્રીજા ક્રમે છે. આ ડેટામાં માર્કેટમાં રહેલ સ્માર્ટફોન અને ફીચરફોન બંન્નેનું વેચાણ સામેલ છે. જ્યારે શાઓમી તરફથી કોઈ ફાચર ફોન લોન્ચ કરવામાં આવ્યો નથી.
2019માં શાઓમીએ બનાવ્યો રેકોર્ડ
બીજા અને ત્રીજા સ્થાન પર રહેલી કંપનીઓનું માર્કેટ શેર કેટલું રહ્યું, તે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું નથી. શાઓમી ઈન્ડિયાના હેડ અને ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ મનુ જૈને જણાવ્યું કે, શાઓમી સ્માર્ટફોન જ સેમસંગ અને રિલાયન્સ રિટેલના ફીચર ફોન્ચ અને સ્માર્ટફોનની કુલ સેલને ભેગા કરીને પણ તેને પાછળ છોડવા માટે પર્યાપ્ત છે. 2019માં શાઓમીનં વાર્ષિક શિપમેન્ટ 43.6 મિલિયન યૂનિટ્સનું રહ્યું છે.
સ્માર્ટફોન માર્કેટમાં પ્રથમવાર ટોપ પર
કાઉન્ટરપોઈન્ટના હાલના રિપોર્ટ પ્રમાણે, ભારતના સ્માર્ટફોન માર્કેટમાં નંબર-1 પર ચીનની શાઓમીનો કબજો છે. વર્ષ 2019માં જ્યાં શાઓમીનું માર્કેટ શેર 28 ટકા રહ્યું. 2017ના મુકાબલે 2019માં શાઓમીએ 5 ટકાનો વધારો કર્યો છે. એટલું જ નહીં, 2019માં ઘરેલૂ બજાર ચીનને પાછળ છોડતા શાઓમી માટે સૌથી મોટું માર્કેટ ભારત રહ્યું છે. તો સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગનો માર્કેટ શેર 21 ટકા રહ્યો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે