Android યૂઝર્સ છો તો સાવધાન! ફટાફટ તમારા ફોનમાંથી આ Apps કાઢી નાખો
. ચેક પોઈન્ટ રિસર્ચે તે એપ્સની યાદી બહાર પાડી છે જે યૂઝર્સનો પર્સનલ ડેટા ચોરી કરે છે. આવામાં જો તમે પણ આ એપ્સ ડાઉનલોડ કરી રાખી છે તો તેને પળભરની વાર લગાડ્યા વગર ડિલિટ કરી નાખો.
નવી દિલ્હી: 10 કરોડ એન્ડ્રોઈડ યૂઝર્સનો ડેટા લીક થઈ ચૂક્યો છે. જેનું કારણ 2 ડઝન કરતા પણ વધુ એવી એપ્સ છે જેને એન્ડ્રોઈડ યૂઝર્સે જાણે અજાણ્યે ડાઉનલોડ કરી નાખી છે. ચેક પોઈન્ટ રિસર્ચે તે એપ્સની યાદી બહાર પાડી છે જે યૂઝર્સનો પર્સનલ ડેટા ચોરી કરે છે. આવામાં જો તમે પણ આ એપ્સ ડાઉનલોડ કરી રાખી છે તો તેને પળભરની વાર લગાડ્યા વગર ડિલિટ કરી નાખો.
કઈ કઈ એપ્સ ડેટા ચોરી કરે છે?
મીડિયા રિપોર્ટ મુજબ એસ્ટ્રો ગુરુ (Astro Guru), ટી'લેવા (T’Leva), 50000થી વધુ ડાઉનલોડ સાથે એક ટેક્સી હેલિંગ એપ અને લોગો ડિઝાઈન એપ(Logo Maker) યૂઝર્સનો પર્સનલ ડેટા ચોરી કરી રહી છે. રિપોર્ટનું માનીએ તો આ એપ્સમાં અનેક એવી કમીઓ છે જેનાથી યૂઝર્સનો પર્સનલ ડેટા જોખમમાં છે. જેમાં ઈમેઈલ, પાસવર્ડ, નામ, જન્મતારીખ, જેન્ડર ઈન્ફોર્મેશન, પ્રાઈવેટ ચેટ, ડિવાઈઝ લોકેશન, યૂઝર આઈડેન્ટિફાયર્સની સાથે અન્ય ચીજો સામેલ છે.
આ રીતે તમારો ડેટા ચોરી કરે છે આ એપ્સ
આ તમામ એપ્સ પાસે રિયલ ટાઈમ ડેટાબેઝ હોય છે. જે યૂઝર્સના દરેક ડેટાને સ્ટોર કરે છે. ચેક પોઈન્ટ રિસર્ચ મુજબ રિયલ ટાઈમ ડેટાબેઝ એપ ડેવલપર્સને ક્લાઉડ પર ડેટા સ્ટોર કરવાની મંજૂરી આપે છે અને એ વાતને પણ સુનિશ્ચિત કરે છે તે રિયલ ટાઈમમાં તમામ કનેક્ટેડ ક્લાયન્ટ્સ સાથે જોડાયેલા રહે. તેમણે જણાવ્યું કે અનેકવાર કેટલાક ડેવલપર્સ ડેટાબેઝની સુરક્ષાને અવગણે છે જેનાથી ગડબડી થાય છે. આ ખોટું કન્ફ્યુગરેશન સમગ્ર ડેટાબેઝ પર ચોરી, સર્વિસ સ્વાઈપ અને રેન્સમવેર એટેકની તક આપે છે. આ લિસ્ટમાં જો કે મોટી સંખ્યામાં ઘણી પોપ્યુલર એપ્સ સામેલ છે. આથી મોટા પાયે એટેકની સંભાવના છે.
બંધ થઈ જશે ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ? આજે સરકારની Deadline થશે ખતમ
રીડ-રાઈટ રિક્વેસ્ટ ઓન હોવાના કારણે ચોરી થયો ડેટા
રીયલ ટાઈમ ડેટાબેઝ હોવાના કારણે ચેટ મેસેજીસનું એક્સચેન્જ થવાનું અને હેકિંગના જોખમની આશંકા વધી જાય છે. રિસર્ચર્સ T’Leva એપના ડ્રાઈવર્સ અને પેસેન્જર્સની ચેટ સાથે તેમના પૂરા નામ, ફોન નંબર અને લોકેશનને મેળવવામાં સક્ષમ હતા. આ માટે તેમણે ડેટાબેઝને ફક્ત એક રિક્વેસ્ટ મોકલવાની હતી. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે આ એપ સુરક્ષા મામલે કેટલી નબળી છે. આ ઉપરાંત અન્ય કેટલીક એપ્સની સ્થિતિ તો વધુ ખરાબ હતી. કારણ કે તેમની રીડ અને રાઈટ બંને પરમિશન ઓન હતી. જેનાથી હેકર્સ સરળતાથી એક્સેસ મેળવી શકે. આવામાં જો તમે પણ આ પ્રકારની એપ્સ યૂઝ કરી રહ્યા છો તો તરત તેને ડિલિટ કરી નાખો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube