Twitter ની મોટી જાહેરાત, હવે બ્લૂ ટિક માટે તમે પણ કરી શકો છો અરજી, Account Verification ની આ રહી પ્રોસેસ

નવી દિલ્લીઃ ટ્વીટર યુઝર્સ માટે એક સારા સમાચાર છે. twitter account verification ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પહેલાં કંપનીએ 16 નવેમ્બર 2017માં વેરિફિકેશન બંધ કરી દીધું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી કંપની પોતે સિલેક્ટ કરીને જ અકાઉંટ વેરિફાય કરે છે. કે પછી કોઈ કંપની સામેથી રિકવેસ્ટ કરે તો. હવે તમે પણ ટ્વીટર પર Blue Badge કે Blue Tick માટે અરજી કરી શકો છો.
 

2017માં કંપનીએ વેરિફિકેશન કર્યું હતું બંધ

1/8
image

આ પહેલાં કંપનીએ 16 નવેમ્બર 2017માં વેરિફિકેશન બંધ કરી દીધું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી કંપની પોતે સિલેક્ટ કરીને જ અકાઉંટ વેરિફાય કરે છે. કે પછી કોઈ કંપની સામેથી રિકવેસ્ટ કરે તો. હવે તમે પણ ટ્વીટર પર Blue Badge કે Blue Tick માટે અરજી કરી શકો છો.

 

 

OMG! અમદાવાદના આ તળાવમાં એક સાથે લાખો માછલીઓના મોત, શું ફરી આવી કોઈ નવી બીમારી?

વેરિફિકેશન એપ્લિકેશન પ્રોસેસની જાહેરાત કરી

2/8
image

Twitter Verification Process: Twitter એ વેરિફિકેશન એપ્લિકેશન પ્રોસેસની જાહેરાત કરી દીધી છે. Twitter એ ફરી એકવાર પબ્લિક વેરિફિકેશન શરૂ કરી દીધું છે.

 

 

મહિલાઓએ કેટલાક ટેસ્ટ નિયત સમયના અંતરે કરાવવા જોઈએ, જેથી ભવિષ્યમાં ઘણી બીમારીથી બચી શકાય

Twitter અકાઉંટ વેરિફાય માટે કરો અરજી

3/8
image

Twitter એ એવી જાહેરાત કરી છેકે, હવે લોકો ફરી એકવાર ટ્વીટરમાં બ્લૂ ટિક એટલેકે, ટવીટર અકાઉંટ વેરિફાય કરાવવા માટે જાતે જ અરજી કરી શકશે. યૂઝર્સના પ્રોફાઈલ સેટિંગમાં જ હવે આ ઓપ્શન મળી જશે. વેરિફિકેશનના નિયમો અને લાયકાતમાં પણ ફેરબદલ કરવામાં આવ્યો છે.

 

 

Mucormycosis શું છે? કેવી રીતે થાય છે? શું સાવચેતી રાખવી? આ બીમારીથી બચવાનો શું છે ઉપાય

Twitter વેરિફિકેશન માટે કોણ ગણાશે એલિજિબલ એટલેકે, યોગ્ય

4/8
image

- સરકાર - કંપનીઓ, બ્રાંડ્સ અને ઓર્ગેનાઈજેશન્સ - ન્યૂઝ ઓર્ગેનાઈજેશન્સ અને પત્રકારો - એંટરટેન્ટમેન્ટ - સ્પોર્ટ્સ અને ગેમિંગ - એક્ટિવિસ્ટ્સ, ઓર્ગેનાઈજર્સ અને બીજા ઈન્ફ્લૂએસિંગ એંડિવિઝુઅલ્સ

અકાઉંટ કંપ્લીટ હોવું જોઈએ:

5/8
image

Twitter માં વેરિફિકેશન માટે અરજી કરતા પહેલાં ચેક કરી લેવું કે તમારું અકાઉંટ કંપ્લીટ છેકે, નહીં. પ્રોફાઈલમાં નામ, નંબર, ઈમેલ આઈડી બધી જ વિગતો ભરેલી હોવી જોઈએ. છેલ્લાં છ મહિનાથી તમામ નિયમોના પાલન સાથે અકાઉંટ એક્ટિવ હોવું જોઈએ. 

 

 

Periods મિસ થવા અને દસ્ત થવાને પ્રેગ્નેન્સી સાથે કોઈ લેવાદેવા છે? શું કહે છે ગાયનેક એક્સપર્ટ

ટ્વીટર તમને સામેથી તમારી અરજીનો રિપ્લાય આપશે

6/8
image

એકવાર અરજી કર્યાના થોડાક દિવસો બાદ ટ્વીટર તમને સામેથી તમારી અરજીનો રિપ્લાય આપશે. જો તમારી અરજી રદ્દ થઈ હશે તો પણ ઈમેલથી તમને જાણ કરવામાં આવશે. 30 દિવસ બાદ આપ ફરી અરજી કરી શકો છો.

 

WHO ની ચેતવણીઃ જમતી વખતે ઉપરથી મીઠું નાંખીને ખાવાની આદત હોય તો ચેતજો, થઈ શકે છે તમારી મોત

નવા અકાઉંટ્સ માટે નિયમો બદલાશે

7/8
image

Twitter એ કહ્યું કે, આગામી દિવસોમાં વેરિફિકેશનની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવશે. નવા અકાઉંટ્સ માટે પણ વેરિફિકેશન પોલિસી લવાશે. જેમાં ધર્મગુરુઓ, વૈજ્ઞાનિકો અને જાણીતા શિક્ષણવિદોના પણ અકાઉંટ વેરિફાય થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.

 

 

ગરોળી મોરપીંછથી કેમ ગભરાય છે? અંધશ્રદ્ધા કે પછી અર્થપૂર્ણ કારણ, આ રહ્યો જવાબ

ફરી શરૂ કરાયું છે વેરિફિકેશન

8/8
image

મહત્ત્વનું છેકે, ટ્વીટરે પબ્લિક વેરિફિકેશનને એટલાં માટે હોલ્ડ પર રાખ્યું હતું, કારણકે, કંપની વેરિફિકેશન પોલિસી સામે સવાલ ઉઠી રહ્યાં હતાં. કેટલાંક એવા અકાઉંટ પણ વેરિફાય હતા જે વિવાદિત હતાં. કંપની પર આરોપ લાગતા તેને હોલ્ડ કરી દેવાયા હતાં. હવે ફરી એકવાર અકાઉંટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.