ટૂંક સમયમાં સરકાર લાવશે ડિજિટલ ID કાર્ડ? દૂર થશે આધાર-પાન અને DL ની ઝંઝટ
આધાર કાર્ડ, વોટર આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, ગેસ કનેક્શન, રાશન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજ એક ભારતીય નાગરિકને પોતાની પાસે રાખવાના હોય છે. એટલું જ નહી સરકારી મનરેગા જોબ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, બીપીએલ કાર્ડ પણ રાખતા હોય છે.
નવી દિલ્હી: દરેક ભારતીયની માફક તમારી પાસે પણ આધાર કાર્ડ, પાન કાર્ડ(PAN), ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) સહિત ઘણા કાર્ડ હશે. એક ભારતીય લગભગ અડધો ડઝન કાર્ડ પોતાની અલગ-અલગ જરૂરિયાતો અનુસાર ખિસ્સામાં લઇને ફરે છે. પરંતુ ટૂંક સમયમાં ફક્ત એક કાર્ડ જ આ બધાની ભરપાઇ પુરી દેશે. તમારે અલગ-અલગ ડોક્યૂમેન્ટ્સ રાખવાની જરૂર નથી. કેંદ્વીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં જ આખા દેશમાં એક જ કાર્ડની વ્યવસ્થા કરવાનું પ્લાનિંગ છે.
આ બધા કાર્ડ રાખે છે ભારતીય
આધાર કાર્ડ, વોટર આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, ગેસ કનેક્શન, રાશન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજ એક ભારતીય નાગરિકને પોતાની પાસે રાખવાના હોય છે. એટલું જ નહી સરકારી મનરેગા જોબ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, બીપીએલ કાર્ડ પણ રાખતા હોય છે. તેના વિના ઘણા કામ અટકી જાય છે.
તહેવારની સિઝનમાં ISUZU પોતાની ગાડીઓ પર આપી રહી છે 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
શું છે સરકારનું પ્લાનિંગ
સરકારનું પ્લાનિંગ છે કે આ બધા કાર્ડ્સને એક કાર્ડ વડે રિપ્લેસ કરી દેવામાં આવે. સરળ ભાષામાં સમજીએ તો એક જ કાર્ડ વડે બધા પ્રકારના ફાયદા મળે. જોકે તેના માટે કેટલીક ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવશે. પરંતુ ઓળખપત્ર તરીકે એક જ કાર્ડને રાખવાની જરૂર રહેશે. જોકે ત્યારબાદ પણ બધા કાર્ડ સંપૂર્ણપણે માન્ય ગણાશે. ડઝન કાર્ડ રાખવાની જરૂર નહી પડે. બધા કાર્ડ્સને નેશનલ પોપુલેશન રજિસ્ટર દ્વારા એક જ પ્લેટફોર્મ પર લાવવાનો વિચાર થઇ રહ્યો છે.
સ્ટોક ખતમ કરવા માટે કંપનીઓ સસ્તામાં વેચી રહી છે બાઇક અને સ્કૂટર
બીજા દેશોમાં પહેલાંથી છે વ્યવસ્થા
વિદેશોમાં પણ એ વ્યવસ્થા છે. જોકે તેના માટે ઇલેક્ટ્રોનિક ડેટાબેસ તૈયાર કરવાનો રહેશે. જોકે ઇશારો મળી ચૂક્યો છે કે સરકાર કયા પ્રકારનું પ્લાનિંગ કરી રહી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક એકાઉન્ટ, હેલ્થ કાર્ડ અને ઓળખ માટે દુનિયાભરના 60 દેશોમાં ફક્ત એક જ કાર્ડ ચાલે છે. આ કાર્ડની ખાસિયત એ છે કે તેમાં એક ઇલેક્ટ્રોનિક ચિપ લાગેલી હોય છે, જે ડેટાબેસ સાથે જોડાયેલી હોય છે. તેનાથી કાર્ડહોલ્ડરની બધી જાણકારી મળી જાય છે.
યૂરોપ, ચીન અને બીજા દેશોમાં પણ સિંગલ કાર્ડ
ભારતની માફક બીજા દેશ પણ તેને એડોપ્ટ કરી રહ્યા છે. તેમાં ચીને ગત વર્ષે જ 16 વર્ષથી મોટી ઉંમરવાળા બધા નાગરિકો માટે ડિજિટલ આઇડી કાર્ડ શરૂ કર્યા છે. તેમાં વ્યક્તિની જન્મ તારીખ, જાતિ, લિંગ, ધર્મ અને ઓળખ નંબર વગેરે નોંધવામાં આવ્યું છે. તો બીજી તરફ યૂરોપમાં પણ એક આઇડી કાર્ડ માટે આ વર્ષે એપ્રિલમાં નવો કાયદો લાવવાની મંજૂરી આપી દીધી છે. ત્યારબા આખા યૂરોપમાં એક જ આઇડી કાર્ડ હશે. યૂરોપમાં અત્યારે 250થી વધુ કાર્ડનો ઉપયોગ થાય છે. એપ્રિલ 2020થી કાર્ડ લાગૂ થઇ જશે. તેને ફિંગર પ્રિંટ સિસ્ટમ સાથે લીંક કરવામાં આવશે. આ ઉપરાંત મલેશિયા, ઇંડોનેશિયા, દક્ષિણ આફ્રીકા, નાઇઝેરિયા, અલ્ઝિરિયા અને કેમરૂન જેવા દેશોએ પણ નેશનલ આઇડી કાર્ડ લોન્ચ કર્યા છે.
સસ્તી થઇ Maruti ની કારો, અલ્ટોથી માંડીને Swift ના ભાવમાં મોટો ઘટાડો
શું થશે તેનો ફાયદો
- ગ્રાહકોને એકસાથે ઘણા કાર્ડ રાખવા નહી પડે, સાથે જ કાર્ડ્સનો નંબર પણ યાદ રાખવાની મુશ્કેલી નહી પડે.
- પાન અને આધાર લીંક થતાં બે પાન કાર્ડ રાખીને છેતરપિંડી કરનારાઓ પર લગામ લાગશે.
- આધાર સાથે વોટર આઇડીને લિંક કરવાથી ડુપ્લિકેટ મતદારની ઓળખ થશે.