નવી દિલ્લીઃ જ્યારે લોકો માસ્ક પહેરે છે ત્યારે લોકો બરાબર રીતે વાત નથી કરી શકતા. જો કે કેરળના થ્રીસુરમાં કેવિન જેકોબ નામના બી.ટેક(B.TECH)ના વિદ્યાર્થીએ એક તદ્દન અનોખું માસ્ક બનાવ્યું છે. આ માસ્કની મદદથી તમે કોઈ પણ વ્યક્તિ સાથે એકદમ સરળતાથી વાત કરી શકશો. આવો જાણીએ શું છે આ માસ્કની ખાસિયત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

FACE MASK WITH MIC AND SPEAKER-
દેશમાં કોરોનાના કેસ આવ્યાના થોડા જ સમયમાં લોકો અલગ અલગ પ્રકારના માસ્ક બનાવતા થયા. જેમાં સોનાનું માસ્ક, ચાંદીનું માસ્ક, ડાયમંડ માસ્ક, લોખંડનું માસ્ક વગેરે સામેલ છે. જો કે હવે કેરળના થ્રીસુરમાં કેવિન જેકોબ નામના બી.ટેક(B.TECH)ના વિદ્યાર્થીએ એક તદ્દન અનોખું માસ્ક બનાવ્યું છે. જેમાં માઈક અને સ્પીકરની સુવિધા આપવામાં આવી છે. આ માસ્કમાં લોકોને ન તો શ્વાસ લેવામાં તકલીફ પડશે ન તો બોલવામાં કોઈ પરેશાન થશે.
 



સામાન્ય માસ્કમાં લોકો સામેવાળી વ્યક્તિ સાથે બરાબર વાત નથી કરી શકતા. એટલું જ નહીં સામે ઉભેલી વ્યક્તિને પણ તમારો અવાજ બરાબર સંભળાતો નથી. આ કારણે લોકો પોતાનું માસ્ક ઉતાર્યા બાદ વાતો કરે છે. જે એક રીતે કોરોના દરમિયાન જોખમી પગલું છે. આ સમસ્યાના નિવારણ માટે કેવિન જેકોબે ડિજિટલ માસ્ક બનાવ્યું. આ માસ્કમાં નોઝ પીસ પાસે માઈક અને સ્પીકરને રાખવામાં આવ્યું છે. જેથી વ્યક્તિ આસાનીથી બોલી પણ શકે અને સામેવાળી વ્યક્તિને સ્પષ્ટ અવાજ આવી શકે. સાથે જ માસ્ક ઉતારવાની ઝંઝટ પણ દૂર થાય.


અનોખું ડિજિટલ માસ્ક બનાવનાર કેવિન જેકોબે કહ્યું કે, ''મારા માતા-પિતા ડોક્ટર છે. કોરોનાની શરૂઆતથી જ તેમણે દર્દીઓ સાથે સંવાદ કરવામાં પરેશાની થઈ રહી છે. ફેસશીલ્ડ સાથે માસ્ક એમાં પણ એકથી વધુ લેયર્સ હોવાથી કોઈવાર મોટેથી બોલવું પડે અથવા તો માસ્ક કાઢવું પડે. આ જોઈ મને આ અનોખું માસ્ક બનાવવાનો વિચાર આવ્યો. મેં કુલ 50 આ પ્રકારના માસ્ક બનાવ્યા છે. સમગ્ર દક્ષિણ ભારતના ડોક્ટરો મારા બનાવેલા માસ્કનો ઉપયોગ કરે છે.