ઓનલાઇન બુક કરો ઇલેક્ટ્રોનિક પ્રોડ્ક્ટસ, મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ
લોકડાઉન (Lockdown)માં ઢીલ મળતાં જ કંપનીએ સેલ માટે પોતાની રણનિતી બનાવવાનું શરૂ કરી દીધું છે. ઇલેક્ટ્રિક સામાન (electronic products) બનાવનાર કંપનીઓએ સામાનનું પ્રી-બુકિંગ (Pre Booking) શરૂ કરી દીધું છે.
નવી દિલ્હી: લોકડાઉન (Lockdown)માં ઢીલ મળતાં જ કંપનીએ સેલ માટે પોતાની રણનિતી બનાવવાનું શરૂ કરી દીધું છે. ઇલેક્ટ્રિક સામાન (electronic products) બનાવનાર કંપનીઓએ સામાનનું પ્રી-બુકિંગ (Pre Booking) શરૂ કરી દીધું છે. ખાસ વાત એ છે કે લોકડાઉન બાદ વેચાણ વધારવા માટે કંપનીઓએ સામાનનું પ્રી-બુકિંગ (Pre Booking) શરૂ કરી દીધું છે. ખાસ વાત એ છે કે લોકડાઉન બાદ વેચાણ વધારવા માટે કંપની પ્રી-બુકિંગ પર જ ગ્રાહકોને સારું ઓફર કરી રહી છે.
ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ બનાવનાર મુખ્ય કંપનીઓ સેમસંગ અને એલજીએ સામાનનું પ્રી-બુકિંગ શરૂ કર્યું છે. ગ્રાહકો આકર્ષવા માટે કંપનીઓએ ઘણી ઓફર પણ આપવાની જાહેરાત કરી છે.
એલજી (LG) અને સેમસંગ (Samsung) બંને કંપનીએ પોત-પોતાની વેબસાઇટ પર વિભિન્ન ઉત્પાદનોનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીઓ સામાનની હોમ ડિલીવરી કરવાની સાથે પ્રી-બુકિંગ પર 15-20 ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે.
કેટલીક કંપનીઓએ તો ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓએ 10,000 રૂપિયાની ભેટ આપવાની વાત કહી છે. તેમાં કેશબેક અન્ય ઉત્પાદનો સામેલ છે. એલજીએ 15 મે સુધી અને સેમસંગે 8 મે સુધી પ્રી-બુકિંગ સેવા શરૂ કરી છે.
સેમસંગે કહ્યું કે કોરોના વાયરસ મહામારી પ્રત્યે સાવધાની વર્તતા કંપની પોતાના તમામ છુટક અને વિતરણ નેટવર્ક પર ગ્રાહકોને પ્રી-બુકિંગ કરવામાં મદદની વ્યવસ્થા કરી છે. તે ઘરની બહાર ગયા વિના ઉત્પાદનોનું બુકિંગ કરી શકે છે. તે કંપનીના ઓનલાઇન મંચ સેમસંગ શોપ પર સામાનનું બુકિંગ કરી શકે છે જેને પછી સેમસંગના ડીલર ઘર સુધી ડિલિવર કરશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube