નવી દિલ્હી: ડીટીએચ પ્રોવાઇડર ડિશ ટીવીના દર્શકોને હવે એક ખાસ વાતની આઝાદી આપવામાં આવશે. જી હાં જો તમે ડિશ ટીવીના ગ્રાહક છો તો હવે તમે મહિનાની વચ્ચે પણ પ્લાન બદલી શકશો. જોકે કંપનીએ 30 દિવસની નક્કી સમયસીમા પરથી પાબંધી હટાવી દીધી છે. તેનાથી ગ્રાહક વચમાં પોતાના પ્લાનને અપડેટ અથવા બદલવાની ઇચ્છા ધરાવે છે તો તે બદલી શકે છે. ટેલિકમ્યુનિકેશન રેગ્યુલેટરએ તાજેતરમાં જ ગ્રાહકોને ચેનલ સિલેક્ટ કરવાની આઝાદી આપી છે. તેમાં તમે જે ચેનલ જોવા માંગો છો તેના માટે તમારે ચૂકવણી કરવી પડે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TATA SKY અને AIRTEL ડીટીએચ યૂજર્સ માટે ખુશખબરી, મફતમાં જોઇ શકશો IPL 2019


સ્પોર્ટ્સ ચેનલના લોકઇન પીરિયડમાં ફેરફાર નહી
પહેલાં ડિશ ટીવીના ગ્રાહકો એકવાર ચેનલને ખરીદ્યા બાદ તે ચેનલમાં 30 દિવસની અંદર કોઇ પ્રકારનો ફેરફાર કરી શકતા ન હતા. સમાચાર છે કે ડિશ ટીવીએ ટેલિકમ્યુનિકેશન રેગ્યુલેટર ટ્રાઇના નવા ટેરિફ નિયમોના લીધે આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત સમાચાર એ પણ છે કે કંપનીએ સ્પોર્ટ્સ ચેનલના સાત દિવસોની લોકઇન પીરિયડમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઇએ કે એક અન્ય ડીટીએચ કંપની ટાટા સ્કાઇએ પણ પોતાના ગ્રાહકો માટે નવા એસડી અને એચડી ચેનલ (રીજનલ)ના મિની પેક બજારમાં લોન્ચ કર્યા છે.

Tata Sky એ લોન્ચ કર્યું HD Mini Packs, કિંમત માત્ર 5 રૂપિયાથી શરૂ


ટાટા સ્કાઇના રીજનલ પેક
ટાટા સ્કાઇના રીજનલ પેક 60 રૂપિયાથી માંડીને 200 રૂપિયાના વચ્ચેના છે. જો કિંમતો પર નજર કરીએ તો જો તમે તમિળ એચડી પેક લો છો તો તમારે 164 રૂપિયા ચૂકવવા પડે છે. આ પ્રકારે તમિળ મિની એચડી પેક લો છો તો તમારે તેના માટે 81 રૂપિયા આપવા પડે છે.