નવી દિલ્હીઃ લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Disney+Hotstar નું સબ્સક્રિપ્શન જોઈએ તો તે માટે અલગથી ચુકવણી કરવાની જરૂર નથી. ટેલિકોમ કંપનીઓ આવા ઘણા પ્લાન્સ ઓફર કરી રહી છે, જેની ,સાથે Disney+Hotstar નું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. પરંતુ કોમ્પ્લિમેન્ટરી સબ્સક્રિપ્શન ઓફર કરનાર મોટા ભાગના પ્લાન મોંઘા છે અથવા 3 મહિનાનું સબ્સક્રિપ્શન આપે છે. વીઆઈનો એક સસ્તો પ્લાન એક વર્ષ માટે Disney+Hotstar નું ફ્રી સબ્સક્રિપ્શન આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોડાફોન-આઈડિયા તરફથી આવા અનેક પ્લાન ઓફર કરવામાં આવે છે, જેમાં Disney+Hotstar નું સબ્સક્રિપ્શન મળે છે પરંતુ સૌથી સસ્તો પ્લાન 499નો છે, જેમાં એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટારનું મોબાઇલ સબ્સક્રિપ્શન મળે છે અને વીડિયો કન્ટેન્ટને એક્સેસ કરી શકાય છે. 


VI નો 499 રૂપિયાવાળો પ્લાન
અનલિમિટેડ કોલિંગ ઓફર કરનાર વોડાફોન આઈડિયા (વીઆઈ) ના 499 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે અને 28 દિવસ સુધી દરરોજ 2જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS પણ મળે છે અને Vi Movies and TV એપનું વીઆઈપી એક્સેસ પણ મળે છે. આ પ્લાન એક વર્ષ માટે Disney+Hotstar નું મોબાઇલ સબ્સક્રિપ્શન આપે છે. સાથે તેમાં રાત્રે 12 કલાકથી સવારે 6 કલાક વચ્ચે અનલિમિટેડ ડેટા એક્સેસ અને વીકેન્ડ ડેટા રોલઓવરનો પણ વિકલ્પ મળે છે. 


આ પણ વાંચોઃ Paytm 30 રૂપિયામાં આપી રહ્યું છે 10,000 રૂપિયા સુધીનું સાઇબર ફ્રોડ કવર, જાણો ફાયદા


આ પ્લાનની સાથે પણ ફ્રી મળશે સબ્સક્રિપ્શન
499 રૂપિયાના પ્લાન સિવાય 601 રૂપિયા, 901 રૂપિયા, અને 1066 રૂપિયાવાળા વીઆઈ પ્રીપેડ પ્લાન્સની સાથે પણ એક વર્ષ  માટે ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન્સ ક્રમથી 28 દિવસ, 70 દિવસ અને 84 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં ડેલી ડેટા મળે છે. આ સિવાય કંપનીના 3099 રૂપિયાવાળા પ્લાન્સમાં પણ આ ફાયદો મળે છે. આ સિવાય 399 રૂપિયાની કિંમતવાળા પ્લાનમાં પણ 3 મહિના માટે ડિઝ્ની+હોટસ્ટાર મોબાઇલનું સબ્સક્રિપ્શન આપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube