Paytm 30 રૂપિયામાં આપી રહ્યું છે 10,000 રૂપિયા સુધીનું સાઇબર ફ્રોડ કવર, જાણો ફાયદા

Cyber Froud: Paytm હવે સાઇબર ફ્રોડ પોલિસી અંતગર્ત ઇંશ્યોરેન્સ કવર લઇને આવે છે. એટલે કે જો કોઇએ સાઇબર ફ્રોડ કરીને તમારા પેટીએમ વોલેટમાંથી પૈસા કાઢી લીધા છે, તો આ 30 રૂપિયાના પ્રીમિયમ પર 10,000 રૂપિયા સુધીના ફ્રોડનો ઇંશ્યોરેન્સ કવર આપે છે. 

Paytm 30 રૂપિયામાં આપી રહ્યું છે 10,000 રૂપિયા સુધીનું સાઇબર ફ્રોડ કવર, જાણો ફાયદા

Paytm launch insurance policy: Paytm હવે સાઇબર ફ્રોડ પોલિસી અંતગર્ત ઇંશ્યોરેન્સ કવર લઇને આવે છે. એટલે કે જો કોઇએ સાઇબર ફ્રોડ કરીને તમારા પેટીએમ વોલેટમાંથી પૈસા કાઢી લીધા છે, તો આ 30 રૂપિયાના પ્રીમિયમ પર 10,000 રૂપિયા સુધીના ફ્રોડનો ઇંશ્યોરેન્સ કવર આપે છે. 

ઇંશ્યોરન્સ કવર 'પેટીએમ પેમેન્ટ પ્રોટેક્ટ' (Paytm Payment Protect) HDFC ERGO General Insurance દ્વારા લોન્ચ કરવામાં આવેલી ગ્રુપ ઇંશ્યોરેન્સ પોલિસી દ્વારા પુરી પાડવામાં આવે છે. કંપનીએ કહ્યું કે ડિજિટલ પેમેન્ટમાં વિશ્વાસ વધારવા માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી રહી છે, જેનાથી તેને અપનાવવામાં આવશે.

ઇંશ્યોરન્સ કવર તમામ એપ્સ અને વોલેટ્સમાં UPI દ્વારા કરવામાં આવેલા ટ્રાંજેક્શનની સુરક્ષા કરે છે. ઇંશ્યોરેન્સ કવરેજ One97 Communications દ્વારા પુરૂ પાડવામાં આવે છે, જે પેટીએમની પેરેન્ટ કંપની છે. પેટીએમમાં લેડિંગ અને પેમેન્ટ હેડના સીઇઓ ભાવેશ ગુપ્તાએ કહ્યું કે  “અમે ભારતમાં મોબાઈલ અને ક્યુઆર પેમેન્ટસમાં મોખરે છીએ. ગ્રાહકોની સુરક્ષા અમારી ઉચ્ચ અગ્રતા છે. અમે એક એવું સુરક્ષા કવચ પૂરૂં પાડી રહ્યા છીએ કે જે યુઝર્સને સાયબર ક્રાઈમ સામે સુરક્ષા પૂરી પાડશે. એચડીએફસી એરગો સાથે અમારી ભાગીદારી એ નાણાંકિય જાગૃતિ ઉભી કરીને દેશમાં સલામત ડિજીટલ પેમેન્ટ અપનાવવાનું વલણ વધારવા માટે છે.”

એચડીએફસી એરગો જનરલ ઈન્સ્યોરન્સના પ્રેસિડેન્ટ, રિટેઈલ બિઝનેસ પ્રથાનીલ ઘોષ જણાવે છે કે “દેશમાં  ખાસ કરીને મહામારી પછી મોબાઈલ વૉલેટસ અને યુપીઆઈ મારફતે ચૂકવણીમાં ભારે વધારો થયો છે. તેનાથી આસાની અને સુગમતા પ્રાપ્ત થઈ છે, પરંતુ ગ્રાહકો સાયબર ફ્રોડ થવાની ડર અનુભવે છે. અમારી આ ઈન્સ્યોરન્સ ઓફરની સાથે સાથે પેટીએમની ડિજીટલ પહોંચને કારણે દેશમાં ડિજીટલ વૃધ્ધિની સાથે સાથે નાણાંકિય સમાવેશિતા પ્રાપ્ત થવા ઉપરાંત સાયબર ફ્રોડથી સુરક્ષા મળી રહેશે.”

સાઇબર ફ્રોડથી બચવા આ વાતોનું રાખો ધ્યાન
વધતાં જતાં ઇન્ટરનેટના ઉપયોગથી સાઇબર ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. સમયાંતરે, બેંક અને સુરક્ષા એજન્સીઓ લોકોને સચેત કરતી રહે છે. પરંતુ તેમછતાં એક નાનકડી ભૂલના લીધે આપણે મોટી મુશ્કેલીમાં મુકાઇ જઇ શકીએ છીએ. આખી દુનિયામાં ઓનલાઇન બેકીંગ ફ્રોડ એક મોટી સમસ્યા બની ગઇ છે અને એવામાં એકદમ સાવધાની જરૂરી છે. 

એસએમએસ અને ઇમેલ પર આવનાર કોઇપણ પ્રકારના અજાણી લિંક પર ક્લિક ન કરો. કોઇપણ વ્યક્તિ સાથે પોતાના બેંક ખાતા સાથે જોડાયેલી ગોપનીય જાણકારી ન આપો. કોઇપણ સંદિગ્ધ ફોન, મેસેજ અથવા મેલનો જવાબ ન આપો અને તેને બ્લોક કરી દો. તમને જણાવી દઇએ કે આ ઠગ તમને કરોડો રૂપિયાની લોટરી જીતવાની સાથે સાથે રોકાણ કરવા પર મોટા ફાયદાની લાલચ આપીને તમારી પાસે પૈસાની પણ માંગ કરી શકે છે. એટલા માટે કોઇપણ અજાણી વ્યક્તિની લાલચમાં આવીને પૈસા ન આપો. 

જો તમે સાઇબર ફ્રોડનો શિકાય થાવ છો તો તેના શરૂઆતી બે-ત્રણ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. એવામાં તમે જેટલો જલદી રિપોર્ટ કરશો સાઇબર ટીમ એટલી જ જલદી એક્શન લેશે. તેનાથી તમારા પૈસા પરત લેવાની સંભાવના વધી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news