નવી દિલ્હીઃ આજકાલ તમને દરેક હાથમાં મોબાઇલ ફોન જોવા મળશે. ફોનને ચાલૂ રાખવા માટે જરૂરી હોય છે કે તેને રેગુલર ચાર્જ કરવામાં આવે. પરંતુ ચાર્જિંગ દરમિયાન કરવામાં આવેલી કેટલીક ભૂલો જીવલેણ સાબિત થઈ શકે છે. કારણ કે તેનાથી ફોન બ્લાસ્ટ પણ થઈ શકે છે. તેવામાં આવો જાણીએ ફોન ચાર્જિંગમાં રાખતા સમયે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રાન્ડેડ ચાર્જનો કરો ઉપયોગઃ જ્યારે પણ ફોન ચાર્જ કરો તો તે વાતનું ધ્યાન રાખો કે કંપની દ્વારા આપવામાં આવેલા ચાર્જરથી ફોન ચાર્જ કરો. જો નવું ચાર્જર ખરીદો તો ધ્યાનમાં રાખો કે તે સારી કંપનીનું હોય. ક્યારેય સસ્તાના ચક્કરમાં ખરાબ ક્વોલિટીનું ચાર્જર ખરીદો નહીં. 


તૂટેલા કનેક્ટર્સથી ફોનને રાખો દૂરઃ આપણે એવા ચાર્જરથી ફોન ચાર્જ ન કરવો જોઈએ, જેની પિન કે કનેક્ટર્સ તૂટેલા કે ડેમેજ હોય. કારણ કે એક ડેમેજ થયેલ ચાર્જરથી ઇલેક્ટ્રિસિટી લીક થઈ શકે છે અને આગ લાગવાનો ખતરો રહે છે. 


ચાર્જ કરવા સમયે ફોનને કવર ન કરોઃ તમે જાણતા હશો કે ચાર્જ કરવા સમયે સ્માર્ટફોન થોડો ગરમ થઈ જાય છે. તેવામાં જો તેને કોઈ વસ્તુથી કવર કરો તો હીટ રિલીઝ કરવામાં સમસ્યા આવી શકે છે અને આગ લાગી શકે છે. ઘણીવાર લોકો સુવા સમયે ફોન તકિયા નીચે રાખે છે. આ ટાળવું જોઈએ. 


આ પણ વાંચોઃ Jio Plan: દરરોજ 10 રૂપિયાથી ઓછા ખર્ચમાં મન ભરીને માણો ડેટા અને કોલિંગની મજા


આખી રાત ચાર્જિંગમાં ન રાખો ફોનઃ આજકાલ સ્માર્ટફોન લિથિયન બેટરી સાથે આવે છે. જે ફુલ ચાર્જ થવા પર પાવર ઓફ થઈ જાય છે. પરંતુ ઓવરચાર્જિંગથી બેટરીની હેલ્થ પર અસર પડે છે. સાથે એક ગરમ ચાર્જરને પાવર આઉટલેટ પર રાતભર છોડવું કોઈ પ્રકારનો ખતરો પેદા કરી શકે છે. 


વારંવાર ચાર્જિંગથી બચોઃ પ્રયાસ કરો કે બેટરી જ્યાં સુધી 20 ટકા સુધી ન આવી જાય, તેને પ્લગ કરો નહીં. વારંવાર ફોન ચાર્જ કરવાથી બેટરી લાઇફ પર અસર પડે છે. સાથે બેટરી સંપૂર્ણ પૂરી થાય તેની રાહ જુઓ નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube