Facebook Jail: ફેસબુકનો આજકાલ બહોળા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર તમને અલગ અલગ લોકો અને ગ્રુપ્સ સાથે જોડાવવાની તક મળે છે. એટલું જ નહીં તમે તમારા રિલ્સ અને ફોટોઝ પણ આ પ્લેટફોર્મ પર શેર કરી શકો છો. જો કે શું તમે જાણો છો કે કેટલાક ટોપિક્સ એવા પણ છે જેના વિશે ફેસબુક પર કન્ટેન્ટ શેર કરવું તમને જેલમાં ધકેલી શકે છે. જો તમને આ વિશે જાણકારી નહોય તો આજે  અમે તમને જણાવીશું જેથી કરીને તમે  તમારી જાતને તેનાથી સુરક્ષિત રાખી શકો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઈમ વીડિયો
જો તમે કોઈ ક્રાઈમ વીડિયો ફેસબુક પર શેર કરી રહ્યા છો તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ વીડિયોમાં જે પણ દ્રશ્યો છે તેમાં કઈ એવું વાંધાજનક ન હોય. જો આમ હોય તો અનેક લોકોને આ કન્ટેન્ટ પસંદ આવતું નથી અને તે વ્યક્તિ તમારા વિરુદ્ધ રિપોર્ટ કરે તો તમારે જેલમાં પણ જવું પડી શકે છે. 


વોયલન્સ વીડિયો
વોયલન્સ વીડિયો ફેસબુક પર પોસ્ટ કરવું એ પણ તમને જેલમાં પહોંચાડી શકે છે. આવા વીડિયોમાં ઘણા આપત્તિજનક કન્ટેન્ટ હોય છે જેને લોકો પસંદ કરતા નથી. 


એડલ્ટ કન્ટેન્ટ
જો કોઈ વ્યક્તિ ફેસબુક પર સતત એડલ્ટ કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યું છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે કારણ કે આમ કરવું એ જુલ્મની કેટેગરીમાં આવે છે. 


વીડિયો પાયરેસી
જો તમે વીડિયો પાયરેસી સંલગ્ન કોઈ વીડિયો પોસ્ટ કરો તો તમારે જેલમાં જવાનો વારો આવી શકે છે. કારણ કે ભારતમાં વીડિયો પાયરસી જુલ્મ છે. તેનાથી ફિલ્મોની ખુબ નુકસાન પહોંચે છે. 


એબ્યુઝીવ વીડિયો
જો તમે એવો કોઈ વીડિયો ફેસબુક પર શેર કરો છો જે એબ્યુઝીવ છે અને કોઈને તેના પર આપત્તિ છે તો આ વીડિયો તમને જેલમાં પહોંચાડી શકે છે. આવા વીડિયો ફેસબુક પર પોસ્ટ કરવાથી તમારે બચવું જોઈએ, નહીં તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube