નવી દિલ્હી: DOOGEE એ પોતાની S સીરીઝના રગ્ડ સ્માર્ટફોન માટે એક નવીજાહેરાત કરી છે. ડ્યુઅલ-સ્ક્રીન, નાઇટ વિઝન કેમેરા-ઇનેબલ્ડ રગ્ડ સ્માર્ટફોન DOOGEE S98 માર્ચ 2022 ના અંત સુધીમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. DOOGEE સૌથી મજબૂત ફોન બનાવવા માટે જાણીતું છે. DOOGEE S98માં મોટી સ્ક્રીન, મજબૂત બેટરી અને સારો કેમેરા મળશે. આવો જાણીએ DOOGEE S98ના જબરદસ્ત ફીચર્સ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DOOGEE S98 Specifications
DOOGEE S98 આકર્ષક ડ્યુઅલ-સ્ક્રીન ડિઝાઇન સાથે આવશે. ફોનમાં આગળના ભાગમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન સાથે 6.3-ઇંચનો LCD FHD+ મેન ડિસ્પ્લે અને રિયરમાં યૂનિક સ્માર્ટ રાઉન્ડ ડિસ્પ્લે હશે. પાછળની ડિસ્પ્લેમાં કસ્ટમાઇઝ્ડ બેકગ્રાઉન્ડ છે જેમાં તમે તમારી પસંદની કોઈપણ તસવીરનો ઉપયોગ કરી શકો છો. રિયર ડિસ્પ્લેનો ઉપયોગ સમય જોવા, મ્યૂઝિક કંટ્રોલ કરવા, બેટરી લેવલ જોવા અને વઘ-ઘટ માટે કરી શકાય છે. નવો DOOGEE S98 MediaTek G96 ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત હશે જેની ક્લોકિંગ સ્પીડ 2.05GHz છે અને તે 8GB RAM અને 256GB ROM સાથે આવશે જેને માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરીને વધારી કરી શકાય છે.

Instagram ની આ Tricks પર ફિદા થયા યૂઝર્સ! જાણો કેવી રીતે એપથી થઇ શકો છો માલામાલ


DOOGEE S98 Camera
ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 64MP નું મુખ્ય સેન્સર, 20MP નાઇટ વિઝન કેમેરા, 8MP વાઇડ-એંગલ કેમેરા હશે. પ્રાથમિક LED ફ્લેશલાઇટ અને ઇન્ફ્રારેડ લાઇટ પાછળના ભાગમાં સેટઅપ પૂર્ણ કરે છે. હાઇલાઇટિંગ કેમેરા ફીચર નિશ્વિતરૂપથી 20MP નાઇટ વિઝન કેમેરા હશે જે તમને પીચ-બ્લેક વાતાવરણમાં વીડિયો અને તસવીરો કેપ્ચર કરવાની મંજૂરી આપે છે. સેલ્ફી માટે તમારી સામે 16MP સેન્સર છે.


DOOGEE S98 Battery
DOOGEE S98 માં 6000mAh બેટરી હશે અને તે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોન 15W વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે. તે એન્ડ્રોઇડ 12 આઉટ ઓફ ધ બોક્સ પર ચાલશે અને કંપની ઓછામાં ઓછી 3 વર્ષની સુરક્ષા અને એન્ડ્રોઇડ વર્ઝન અપડેટની પુષ્ટિ કરશે.


યુવતી પ્રાઇવેટ પાર્ટમાં સંતાડીને લાવી 6 કરોડનું ડ્રગ્સ, 15 દિવસે બહાર કાઢી શક્યા ડોક્ટર


DOOGEE S98 રફ અને ટફ હશે
DOGEE નો આ રગ્ડ સ્માર્ટફોન IP68/IP69K રેટેડ અને MIL-STD-810G સર્ટિફાઇડ હશે. આનો અર્થ એ છે કે તે વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ અને શોકપ્રૂફ છે અને અતિઆધુનિક અને ખતરનાક પરિસ્થિતિઓમાં કામ કરી શકે છે, જે તેને આઉટડોર રોમાંચ અને લાંબા ગાળાના પ્રવાસો માટે યોગ્ય બનાવે છે.


DOOGEE S98 Other Features
NFC, ડ્યુઅલ-બેન્ડ Wi-Fi, બ્લૂટૂથ 5.1, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર વગેરે જેવી અન્ય રસપ્રદ સુવિધાઓ પણ સ્માર્ટફોન પર ઉપલબ્ધ હશે. જોકે DOOGEE એ S98 રગ્ડ સ્માર્ટફોન માટે ચોક્કસ લોન્ચ તારીખની પુષ્ટિ કરી નથી, અફવા એવી છે કે ફોન માર્ચ 2022 ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube