નવી દિલ્હીઃ આજના ડિજિટલ યુગમાં સરકારે ઘણી ઉપયોગી મોબાઈલ એપ્સ લોન્ચ કરી છે, જે આપણા દરરોજના કામકાજને સરળ બનાવે છે. પરંતુ ઘણા લોકોને આ એપ્સ વિશે જાણકારી નથી. તેવામાં આજે અમે તમને 5 એવી સરકારી એપ્સ વિશે જણાવી રહ્યાં છીએ, જેણે દરેક ભારતીયે પોતાના ફોનમાં ડાઉનલોડ કરી લેવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમંગ એપ (UMANG App)
ઉમંગ દરેક સરકારી સર્વિસને એક પ્લેટફોર્મ પર લાવે છે. તમે આ એપથી પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ જેવી ઘણી સેવાનો ઉપયોગ કરી શકો છો.


આધાર એપ (mAadhaar App)
આધાર એપથી તમે તમારા આધાર કાર્ડની દરેક જાણકારી હાસિલ કરી શકો છો. આ એપનો ઉપયોગ આધાર કાર્ડ ડાઉનલોડ કરવાથી લઈને આધાર કાર્ડ અપડેટમાં કરવામાં આવે છે. સાથે આધાર કાર્ડની વર્તમાન સ્થિતિની જાણકારી મેળવી શકાય છે. mAadhaar થી તમે ઓનલાઈન મોડમાં આધાર ડાઉનલોડ કરી શકો છો. સાથે અન્ય કામકાજ કરી શકો છો. 


આ પણ વાંચોઃ જિયો ગ્રાહકોની મોજ, 200 રૂપિયાથી ઓછી કિંમતમાં 28GB ડેટા, સાથે મળશે આ ફાયદા


DigiLocker App
DigiLocker એક ડિજિટલ લોકર છે, જેમાં તમે બધા જરૂરી ડોક્યુમેન્ટને ઓનલાઈન સ્ટોર કરી શકો છો. સાથે તેનો ઓનલાઈન ઉપયોગ પણ કરી શકો છો. સૌથી સારી વાત છે કે ડિજિલોકરના ડોક્યુમેન્ટને ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ તરીકે ઉપયોગ કરી શકો છો. તમે આ એપનો ઉપયોગ ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, પાન કાર્ડ જેવા દસ્તાવેજોનો સ્ટોર કરવા માટે કરી શકો છો.


mParivahan Apps
mParivahan એપથી તમે વાહન સંબંધિત દરેક જાણકારી મેળવી શકો છો. આ એપનો ઉપયોગ તમે વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા, ચલણની ચુકવણી કરવા અને વાહનની જાણકારી અપડેટ કરવા માટે કરી શકો છો.


MyGov
MyGov એપ તમને સરકાર સાથે જોડાવા અને તમારા સૂચનો આપવાની તક આપે છે. તમે આ એપ દ્વારા સરકારની ઘણા પ્રકારની યોજનાઓ અને નીતિઓ વિશે જાણકારી મેળવી શકો છો.