જિયો ગ્રાહકોની મોજ, 200 રૂપિયાથી ઓછી કિંમતમાં 28GB ડેટા, સાથે મળશે આ ફાયદા

જો તમે જિયો ગ્રાહક છો અને કોઈ સસ્તું પેક શોધી રહ્યાં છો તો કંપની તમને એક ખાસ પ્લાન ઓફર કરે છે. આ પ્લાનની કિંમત 200 રૂપિયાથી પણ ઓછી છે અને તેમાં ઘણા ફાયદા મળે છે.
 

1/5
image

રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે સતત નવા પ્લાન અપટેડ કરતું રહે છે. કંપનીના પોર્ટફોલિયોમાં નાના-મોટા અનેક પ્રકારના પ્લાન છે, જેને લોકો પોતાની જરૂરીયાત પ્રમાણે રિચાર્જ કરાવે છે. જે લોકોને ઓછી કિંમતનો પ્લાન જોઈએ, તે સસ્તામાં પણ ઘણા બેનિફિટ મેળવી શકે છે. 

2/5
image

આ વચ્ચે અમે તમને એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જેની કિંમત માત્ર 198 રૂપિયા છે અને તેમાં ગ્રાહકોને ટ્રૂ અનલિમિટેડ 5જી ડેટાનું એક્સેસ આપવામાં આવે છે. આવો જાણીએ આ પ્લાનમાં ગ્રાહકોને કયા-કયા ફાયદા મળે છે. 

3/5
image

જિયોના 198 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાન અનલિમિટેડ 5જી ડેટા એક્સેસની સાથે 14 દિવસની વેલિડિટી આપે છે. પ્લાનમાં દરરોજ  2જીબી ડેટા આપવામાં આવે છે. 

4/5
image

તેનો મતલબ છે કે 198 રૂપિયાવાળા આ પ્લાનની સાથે કુલ 28જીબી ડેટા મળે છે. કોલિંગ તરીકે તેમાં અનલિમિટેડ કોલની સુવિધા મળે છે. સાથે દરરોજ  100SMS નો લાભ મળે છે.   

5/5
image

આ બેસિક ફીચર્સ સિવાય ગ્રાહકોને આ પ્લાનમાં JioTV, JioCloud અને JioCinema નું સબ્સક્રિપ્શન આપવામાં આવશે.