Dual Sim Fraud: મોબાઈલ Dual Sim હોય તો આ સમાચાર તમારા માટે છે, આપની ભૂલ ધૂતારાઓ માટે વરદાન
DUAL SIM FRAUD Modus-Operandi: આજના સમયમાં રૂપિયાની લેનદેન માટે UPIનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અને એમા પણ ઘણા લોકો એવા હોય છે જે પોતાના માટે થઈને 2 કે તેનાથી વધુ નંબર રાખતા હોય છે તો આ સમાચાર ખાસ તમારા માટે છે.
DUAL SIM FRAUD Modus-Operandi: આજના સમયમાં મોબાઈલમાં હાલના આ ડિજિટલ યુગમાં દેશમાં મોટાભાગે લોકો ઈન્ટરનેટ તેમજ સ્માર્ટફોનનો ભરપૂર ઉપયોગ કરે છે. રૂપિયાની લેનદેન માટે UPIનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અને એમા પણ ઘણા લોકો એવા હોય છે જે પોતાના માટે થઈને 2 કે તેનાથી વધુ નંબર રાખતા હોય છે. પરંતુ જો ડ્યૂલ સિમવાળા ફોનમાં જો તમે તમારો બીજો નંબર રિચાર્જ કરાવવાનું ભૂલી ગયા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે.
આપની ભૂલ ધૂતારાઓ માટે વરદાન
છેલ્લા કેટલાક સમયથી દેશમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં લોકોએ પોતાનું બીજું સિમ રિચાર્જ કરવાનું બંધ કરી દીધું હોય પછી તે સિમ એક સાયબર ઠગના હાથમાં આવી ગયું અને તેણે આખું એકાઉન્ટ સાફ કરી નાખ્યું. જો તમે તમારા ફોનમાં બીજું સિમ રિચાર્જ કરવાનું ભૂલી જાઓ છો અને રિચાર્જ કરવું આપના માટે માથાના દુખાવા સમાન છે તો તમારી આ આદત સાયબર ધૂતારાઓ માટે વરદાનથી ઓછી નથી. નાની બેદરકારીના કારણે તમે તમારી જીવનભરની કમાણી ગુમાવી શકો છો.
આ પણ વાંચો:
આ રાશિના જાતકો ભૂલો કરવામાં હોય છે નંબર 1, પોતે જ પોતાનું કરે છે નુકસાન!
શું તમે પણ કલાકો સુધી reels જોવો છો? સાવચેત રહેજો નહીંતર આ બીમારીનો બની શકો છો શિકાર
Papaya Bad Combination: પપૈયા સાથે ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, ખાશો તો પસ્તાશો
DUAL SIM FRAUD Modus-Operandi- કેવી રીતે અપાય છે આ ગુનાને અંજામ?
ધૂતારાઓ સૌથી પહેલા નકલી આઈડીથી બંધ સિમ ખરીદે છે. ઘણી વખત એવુ પણ બને છે કે તેમની સિમકાર્ડના વિક્રેતાઓ સાથે મિલીભગત હોય.
સાયબર ધૂતારાઓ જૂનો નંબર ખરીદે છે કારણ કે મોટાભાગના લોકો પાસે આ જૂનો નંબર બેંક એકાઉન્ટ અને ઈમેલ આઈડી સાથે જોડાયેલો હોય છે. બેદરકારી કે જાણકારીના અભાવે તેઓ ફેરફાર પણ નથી કરતા.
- તમારા બેંક ખાતાની વિગતો લીધા પછી આ ઠગો ઈન્ટરનેટ બેંકિંગ વેબસાઈટ પર જઈને અને ત્યાં પહેલા Forget UserID પર ક્લિક કરે છે.
બેંકની વેબસાઈટ તેઓને એકાઉન્ટ નંબર, ઈમેલ અને રજીસ્ટર્ડ ફોન નંબર દાખલ કરવાનું કહે છે, જે દાખલ કર્યા પછી બંધ સિમ પર OTP આવે છે જે બેંક સાથે રજિસ્ટર્ડ છે.
- OTP દાખલ થતાની સાથે જ આરોપીઓને ઈન્ટરનેટ બેંકિંગનું યુઝર આઈડી ખબર પડી જાય છે.
- આ પ્રક્રિયામાં આરોપીઓ ફોરગોટ પાસવર્ડ વિકલ્પનો ઉપયોગ કરીને નવો પાસવર્ડ જનરેટ કરે છે.
-પછી, સાયબર લૂંટારાઓ ઈન્ટરનેટ બેંકિંગથી તમારું એકાઉન્ટ ખોલે છે અને સાફ કરી નાખે છે.
-એકવાર તેઓને સિમ મળી જાય પછી, આ ગુનેગારો આ સિમમાંથી તમારી BHIM-UPI, Paytm, Phonepay અથવા Google Pay જેવી કોઈપણ એપમાં લોગ-ઈન કરે છે.
-લોગીન પછી, એપ્સ સાથે જોડાયેલો તમારો બેંકનો ખાતા નંબર અને ઈમેલ આઈડી મળી જાય છે. જો કે, આ ગુનેગારો UPIથી પૈસા ટ્રાન્સફર નથી કરતા, કારણ કે UPIથી એક દિવસમાં માત્ર 1 લાખ રૂપિયા સુધીની જ લેવડદેવડ કરી શકાય છે.
આ પણ વાંચો:
માર્કેટમાં આવી ગયો છે દુનિયાનો સૌથી પાતળો 5G ફોન! વાયરલેસ ચાર્જિંગ અને કિંમત પણ ઓછી
ટ્રેનમાં કેટલાક વાદળી અને કેટલાક લાલ Coach કેમ હોય છે? જાણો આ 2 વચ્ચે શું છે તફાવત
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube