પતિ કે બોયફ્રેન્ડ કરતા પણ બહુ કામનું છે આ મશીન, ચપટી વગાડતા આખું ઘર કરી દેશે સાફ
Dyson V15 Detect Features: તેની ડિઝાઈન એવી છે કે, તે બંદૂક જેવુ લાગે છે. પરંતુ તે ફિલ્મની મશીનગનની જેમ ફરીને આખું ઘર સાફ કરવામા માહેર છે
Dyson V15 Detect Cordless Vacuum Cleaner :જ્યારે ઘરની સાફ-સફાઈની વાત આવે ત્યારે તે જવાબદારી મહિલાઓના માથે જ આવે છે. બહુ ઓછા પુરુષો ઘરમાં સાફ-સફાઈ માટે મદદ કરતા હોય છે. આવામાં માર્કેટમાં મળતા વેક્યુમ ક્લીનર મહિલાઓ માટે કોઈ ચમત્કારથી ઓછા નથી. માર્કેટમા એવુ નવુ વેક્યુમ ક્લીનર આવ્યુ છે જે તમારા ઘરની સફાઈ માત્ર મિનિટોમાં પતાવી દેશે.
અમે વાત કરી રહ્યાં છીએ Dyson V15 Detect વેક્યુમ ક્લીનરની. સૌથી પહેલા આ મશીનના લુકની વાત કરીએ તો, તે કોઈ ફિલ્મમાં બતાવાતી મશીનગન જેવુ દેખાય છે. એક મોટું હેન્ડ, સાથે જ ટ્રિગર અને પાથલ લાગેલી ડિસ્પ્લેમાં આવતુ રીડિંગ. આબેહુબ મશીનગન.
આ પણ વાંચો : ગૃહરાજ્યમંત્રીના શહેરમાં જ બુટલેગરો બેફામ, સુરતમાં બુટલેગરે પોલીસની આખી ટીમને હંફાવી
તેની સાથે આ પાર્ટ પણ હશે
બોક્સમાં તમને ઘરની અલગ અલગ ચીજો સાફ કરવા માટે અનેક બ્રશ અને ક્લીનર મળશે. તેની સાથે જ આ મશીનગન ગાલીચાની સફાઈ પણ કરશે. આ માટે એક નાનું અને એક મોટું એટેચમેન્ટ આપવામાં આવ્યું છે. ટાઈલ્સની સફાઈ માટે એન્ટી સ્ટેટિક એટેચમેન્ટ છે. જે લાઈટથી જમીન પર પડેલી ધૂળની કણોને પણ સાફ કરી દેશે. બે નાયલોન બ્રશ એટેમેન્ટ છે, જેમાં એક સોફ્ટ છે અને બીજું હાર્ડ.
વરફુલ મોટર
તે 240 એર વોટ્સ મોટરને સ્પોર્ટ કરે છે, જે ઠંડું અને સાયલન્ટ પણ છે. તેની ડિઝાઈન એવી છે કે, તમે જેટલી સફાઈ કરશો તેટલી ધૂળમાટી વેક્યુમ ક્લીનરમાં જોવા મળશે, તેની પાઈપ એટલી લાંબી છે કે તેનાથી સરળતાથી પંખાની સફાઈ પણ થઈ જાય છે.
પાવર, બેટરી અને મોડ
મોડની વાત કરીએ તો તેમાં 4 અલગ અલગ મોડ છે. ઓટો, ઈકો, મિડ અને ફુલ. આ અલગ અલગ પ્રકારની સફાઈ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે. જો તમે ઓટો મોડમાં જશો તો વધુ બેકઅપ મળશે. તેમાં લાગેલુ સેન્સર જરૂર મુજબ પાવર ઓછું વધતુ કરતુ રહે છે. તેને એકવાર ફુલ ચાર્જ કર્યા બાદ ઉપયોગમાં લેવાય તો 50 મિનિટથી વધુ બેકઅપ મળશે. જો તમે તેને ફુલ મોડમાં ચલાવશો તો તમને 20 મિનિટ સુધીનું બેકઅપ મળશે. જોકે, તેમાં લાગેલી બેટરી એકવાર ફુલ ચાર્જ હોવામાં 3 કલાકનો સમય લાગે છે.
જો તમે ઘરની સાફસફાઈની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો સૌથી પહેલા લઈ આવો આ મશીન. તેને વસાવવાથી તમને સુખદ અનુભવ મળશે.