બજાજ ચેતકનો ઇલેક્ટ્રિક અવતાર, જાણો 5 ખાસ વાતો
બજાજ ઇલેક્ટ્રિક ચેતક સ્કૂટરને તબક્કાવાર રીતે દેશભરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શરૂઆતમાં તેનું વેચાણ પૂણે અને બેંગલુરૂમાં થશે. આ સ્કૂટરનું વેચાણ જાન્યુઆરી 2020 બાદ શરૂ થશે.
નવી દિલ્હી: બજાજ ઓટોએ પોતાનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતક રજૂ કરવાની સાથે જ સ્કૂટર સેગમેંટમાં વાપસી થઇ છે. સાથે જ બજાજે 14 વર્ષ બાદ પોતાના પોપ્યુલર 'ચેતક' સ્કૂટરને રિવાઇઝ કર્યો છે. જૂના સ્કૂટરથી અલગ, ચેતકનો ઇલેક્ટ્રિક અવતાર મોર્ડન ડિઝાઇન અને ફીચર્સ સાથે આવે છે. ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતકનો મુકાબલો ઇન્ડીયન માર્કેટમાં Ather 450 અને Okinawa Praise થી સજ્જ છે. તો આવો જાણીએ કે બજાજ સ્કૂટર ચેતકની ખાસ વાતો.
Bajaj Chetak Launch: 13 વર્ષ બાદ ફરી લોન્ચ થયું 'ચેતક', જુઓ કેવો છે લુક
રેંજ, બેટરી અને પાવરટ્રેન
બજાજના ઇલેક્ટ્રિક ચેતકમાં (Eco) અને સ્પોર્ટ (Sport) બે અલગ-અલગ રાઇડિંગ મોડ હશે. સિંગલ ચાર્જમાં ઇકો મોડમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની રેંજ 95 કિલોમીટર હશે, જ્યારે સ્પોર્ટ મોડમાં તેની રેંજ 85 કિલોમીટર હશે. ઇ-સ્કૂટરમાં રીજેનરેટિવ બ્રેકિંગ અને ઇંટેલીજેંટ બ્રેકિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (IBMS) હશે, જે બેટૅરીને ચાર્જ અને ડિસ્ચાર્જને કંટ્રોલ કરવામાં મદદ કરશે. ઇલેક્ટ્રિક બજાજ ચેતકના ઇલેક્ટ્રિક મોટરને લઇને હજુ ડીટેલ્સ આવી નથી. પરંતુ આ સ્કૂટરમાં IP67 રેટેડ (વોટર અને ડસ્ટ પ્રૂફ) બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવશે. બેટરીને હાઉસહોલ્ડ 5-15 Amp ઇલેક્ટ્રિક આઉટલેટનો ઉપયોગ કરતાં ચાર્જ કરી શકાશે.
Volvo એ લોન્ચ કરી XC40 Recharge SUV, સિંગલ ચાર્જ કરતાં દોડશે 400 કિલોમીટર
કિંમત અને ઉપલબ્ધતા
બજાજ ઇલેક્ટ્રિક ચેતક સ્કૂટરને તબક્કાવાર રીતે દેશભરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શરૂઆતમાં તેનું વેચાણ પૂણે અને બેંગલુરૂમાં થશે. આ સ્કૂટરનું વેચાણ જાન્યુઆરી 2020 બાદ શરૂ થશે. ઇલેક્ટ્રિક ચેતકને બજાજની પ્રો-બાઇકિંગ પ્રીમિયમ ડીલરશિપ નેટવર્ક દ્વારા વેચવામાં આવશે. સ્કૂટરની કિંમત 1.25 લાખ રૂપિયા (ઓન-રોડ) આસપાસ હોઇ શકે છે.
સ્ટાલિંગ અને કલર ઓપ્શન
ઇલેક્ટ્રિક ચેતક સ્કૂટરમાં રાઉન્ડ શેપવાળું ફૂલ ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર આપવામાં આવ્યું છે, જોકે સ્કૂટર ચલાવનારને ઘણી માહિતી આપે છે. સ્કૂટરમાં કી-લેસ ઇગ્નિશન છે અને આ એપ દ્વારા ફૂલી કનેક્ટેડ હશે. સ્કૂટરના ફ્રન્ટમાં હેડલેપ્સના નજીક એક ઓવલ LED સ્ટ્રિપ આપવામાં આવી છે. સ્કૂટરની રિયર પ્રોફાઇલ અટ્રેક્ટિવ દેખાઇ છે, તેમાં સ્પિલ્ટ-સ્ટાઇલવાળા LED ટેલલેમ્પ અને સાઇડ-ટર્ન ઇંડીકેટર્સને શાનદાર રીતે પોઝીશન આપવામાં આવી છે. સ્કૂટર બ્લૂ, રેડ, વ્હાઇટ, સિલ્વર અને બ્લેક એમ 6 કલર ઓપ્શનમાં મળશે.
Xiaomi એ લોન્ચ કર્યો 4 કેમેરાવાળો સ્માર્ટફોન, આ દિવસે શરૂ થશે વેચાણ
સસ્પેંશન, બ્રેક અને વ્હીલ્સ
જ્યાં સુધી સસ્પેંશનની વાત છે કે તો ઇલેક્ટ્રિક ચેતકના ફ્રન્ટમાં સિંગલ-સાઇડેડ ટેલિસ્કોપિક સેટઅપ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ રિયર સિંગલ-સાઇડેદ સેટઅપ આપવામાં આવ્યું છે. જો બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો સ્કૂટરના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક આપવામાં આવ્યું છે, જ્યારે રિયર બ્રેક્સ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાઇડરની સેફ્ટી માટે સ્કૂટરમાં સ્ટાડર્ડ ફીચર રીતે CBS આપવામાં આવ્યું છે. સ્કૂટરમાં 12 ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
64MP વાળો Realme X2 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ
લોડેડ ઇંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બેકલિટ સ્વિચગિયર
બજાજના ઇલેક્ટ્રિક ચેતક સ્કૂટરમાં બ્લ્યૂટૂથ કનેક્ટિવિટી ફીચર સાથે ફુલી ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. સ્કૂટર ચલાવનાર વ્યક્તિ એક ડેડિકેટેડ એપ દ્વારા પોતાના સ્માર્ટફોન કનેક્ટ કરી શકો છો. ઇંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કોલ, મેસેજ નોટિફિકેશન અને ટર્ન-બાય-ટર્ન નોટિફિકેશન જેવા કેટલીક મહત્વની માહિતી ડિસ્પ્લે કરશે. ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર બેટરી રેંજ, સ્પીડ, સર્વિસ-ડ્યૂ ઇંડીકેટર અને ક્લોક જેવા ઇંફોર્મેશન પણ ડિસ્પ્લે કરશે.