64MP વાળો Realme X2 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી છે. તેમાં સેમસંગના GW1 સેન્સરવાળા 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં 13 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ, 8 મેગાપિક્સલ ટર્શિઅરી કેમેરા અને એક 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે.

64MP વાળો Realme X2 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

નવી દિલ્હી: ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બનેલા સ્માર્ટફોન Realme X2 Pro આજે લોન્ચ થઇ ગયો છે. શાઓમીએ આ ફોનને Redmi K20 Pro અને OnePlus 7T ને ટક્કર આપવા માટે ડિઝાઇન કર્યો છે. ફોનમાં દમદાર સ્નૈપડ્રૈગન 855+ એસઓસી પ્રોસેસર સાથે આવે છે. ફોનની સૌથી ખાસ વાત છે તેનો કેમેરા સેટઅપ. ફોનના રિયરમાં 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે બીજા ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. કંપનીએ આ ફોનને ફક્ત ચીનમાં લોન્ચ કર્યો છે. રિયલમીએ આજે આ ફોનની માસ્ટ એડિશન પણ લોન્ચ કરી છે. 

રિયલમી X2 પ્રોના સ્પેસિફિકેશન્સ
ફોનમાં 1080x2400 પિક્સલ રિઝોલ્યુવેશન સાથે 6.5 ઇંચની ફૂલ એચડી+ સુપર AMOLED ફ્યૂઇડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:09 છે અને આ 90Hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે. ફોનની સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 91.7 ટકા છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે. 

ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી છે. તેમાં સેમસંગના GW1 સેન્સરવાળા 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં 13 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ, 8 મેગાપિક્સલ ટર્શિઅરી કેમેરા અને એક 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટમાં Sony IMX471 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

ફોન 6જીબી+64જીબી, 8જીબી+128જીબી અને 12+જીબી 256જીબી વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સ્નૈપડ્રૈગન 855+ એસઓસી પ્રોસેસર સાથે આવનાર આ ફોન એંડ્રોઇડ 9 પાઇ પર બેસ્ડ ColorOS 6.1 કામ કરે છે. ફોનને પાવર આપવા માટે 4000mAh ની બેટરી આપવામાં આવી છે જે 50વોટ SuperVOOC ફ્લેશ ચાર્જ સપોર્ટ સાથે આવે છે.

કિંમત
કિંમતની વાત કરીએ તો ચીનમાં આ ફોનને 2,699 યુઆન (લગભગ 27,000 રૂપિયા)ની શરૂઆતી કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના ત્રણેય વેરિએન્ટ વાઇટ અને બ્લૂ કલર ઓપ્શનમાં આવે છે. ચીનમાં આ ફોનનું વેચાણ 18 ઓક્ટોબરથી આગળ શરૂ થશે. ભારત આ ફોનને ક્યારે લોન્ચ કરવામાં આવશે આ વિશે કોઇ ખાસ જાણકારી આપવામાં આવી નથી. જોકે રિયલમી ઇન્ડીયાના સીઇઓ માધવ સેઠે કંફોર્મ કરી દીધું છે કે ભારતમાં Realme X2 Pro આ વર્ષે ડીસેમ્બરમાં ભારતમાં એન્ટ્રી કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news