ઇલેક્ટ્રિક કાર 30 રૂપિયામાં 22km દોડશે, 15 મિનિટમાં થઇ જશે ચાર્જ
મોંઘા ઇંધણ અને વધતા જતા પ્રદૂષણને ઓછું કરવાના ઉદ્દેશ્યથી નીતિ આયોગે દેશમાં ઇલેક્ટ્રિક કારોને પ્રોત્સાહન આપવા માટે ખાસ યોજના બનાવી છે. તેનાથી તમે ફક્ત 30 રૂપિયા ખર્ચીને 22 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશો. સારી વાત એ છે કે આ યોજનાને વડાપ્રધાન કાર્યાલયમાંથી પણ મંજૂરી મળી ગઇ છે. આયોગની આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશન, રોડ ચાર્જમાં પણ છૂટ મળી શકે છે. આયોગની આ યોજનામાં રાજ્ય સરકારોને એવા વાહનો પર છૂટ ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
ઇલેક્ટ્રોનિક વાહનોને લઇને મોદી સરકારનો મોટો પ્લાન, અહીં બનાવશે 40 ચાર્જિંગ સ્ટેશન
30 રૂપિયામાં 22 કિલોમીટર
યોજના અનુસાર તમે ફક્ત 30 રૂપિયાના ટોપ અપથી 22 કિલોમીટર સુધી ગાડી ચલાવી શકશો. 300 રૂપિયાના ટોપ અપ માટે તમારે 15 મિનિટનો સમય આપવો પડશે. મની ભાસ્કરના સમાચાર અનુસાર ઇઇએસએલના એમડી સૌરભ કુમારે કહ્યું કે અમે દિલ્હીમાં સાર્વજનિક પાર્કિંગ સ્પેસ અને અન્ય જગ્યાઓ પર ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બનાવીશું. કારણ કે ઇલેક્ટ્રિક કારનું વેચાણ ત્યારે જ વધશે જ્યારે ચાર્જિંગ સ્ટેશન લોકોની નજરોમાં ઘણી જગ્યાએ જોવા લાગશે. કુમારનું કહેવું છે કે ઇલેક્ટ્રિક કારને ફૂલ ચાર્જ કરવામાં 90 મિનિટ લાગશે.
આ બેટરી 15 મિનિટમાં જ ઇલેક્ટ્રિક ગાડીને કરી દેશે ચાર્જ, જાણો સુવિધા
મોબાઇલ એપ વડે કરી શકશો ચાર્જ
કંપનીનું કહેવું છે કે દિલ્હીની કેટલીક ખાસ જગ્યાઓ પર માર્ચ 2019 સુધી લગભગ 84 સ્ટેશન બનશે. આ વિસ્તારોમાં ખાન માર્કેટ, જસવંત પ્લેસ અને એનડીએમસીના અન્ય વિસ્તારોમાં આ 84 ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે. તેનો ઉપયોગ કરનાર મોબાઇલ એપ અથવા ઇલેક્ટ્રિક ફાઇ દ્વારા ચાર્જ કરી શકશો. યૂજર પોતાનો એક સ્લોટ પણ પસંદ કરી શકે છે.
ઇલેક્ટ્રિક વ્હીકલ્સ થશે 50,000 સુધી સસ્તા, પેટ્રોલ-ડીઝલ કાર્સ ખરીદનારાઓના ખિસ્સા થશે ખાલી
આ કંપનીઓના વાહન થશે સામેલ
આ ચાર્જિગ સ્ટેશન પર શરૂઆતમાં ટાટા મોટર્સ, મહિંદ્વા એન્ડ મહિંદ્વાના વાહન સામેલ થશે. ઇલેક્ટ્રિક દ્વિચક્રી અથવા ત્રણ પૈડાવાળા વાહનના ચાર્જિંગ માટે 15 વોલ્ટના ચાર્જરનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે પણ સ્પેસ રહેશે. સમાચાર અનુસાર ચાર્જિંગ સ્ટેશન ભારત ડીસી-0001 આધારિત ઇલેક્ટ્રિક મોડલ પર આધારિત હશે.