નરેશ ધારાણી, અમદાવાદઃ કોઈ પણ વસ્તુની સુગંધ જાણવા માટે નાક મહત્વ પૂર્ણ અંગ છે. વિચારો નાક ના હોય તો શું થાય. પરંતુ આધનિક યુગમાં હવે એવા નાકની શોધ કરવામાં આવી રહી છે જે સુંઘીને બિમારીઓની ઓળખી બતાવશે. સામન્ય રીતે કોઈ બિમાર પડે તો ડોક્ટર પાસે જાય છે. ડોક્ટર તપાસ અને રિપોર્ટ કરાવ્યા બાદ કહે છે કે તમને આ બિમાર છે અને તેનો ઈલાજ આવી રીતે થાય છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે તમારે બિમારીની ઓળખવા હવે ડોક્ટર પાસે જવાની જરૂરી નથી. વાત માનવામાં આવે તેવી નથી પણ આજના આધુનિક યુગમાં આવુ શક્ય બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે સુંઘવામાં સૌથી વધુ તેજ શ્વાન હોય છે. શ્વાન નાકથી સુંઘીને કોઈની પણ ઓળખ કરી લે છે. જેથી સુરક્ષાના મામલામાં પણ શ્વાનની મદદ લેવામાં આવતી હોય છે. પરંતુ આપણે એવા નાકની વાત કરવાની છે જેનાથી સુંધીને શ્વાનની ઓળખ પણ થઈ શકે. તો આવા જાણીએ આધુનિક ટેક્નોલોજીનો ઉત્તમ ઉદાહરણ એટલે ઈલેક્ટ્રીક નાક વિશે


બીમારીને સુંઘવા ઈલેક્ટ્રીક નાક:
ઇલેક્ટ્રીક નાક શ્વાનમાં થતી બીમારીને સુંઘવાનું કામ કરે છે. ઈલેક્ટ્રીક નાક ખાસ કરીને શ્વાનમાં જોવા મળતી લેશ્માનિયાસિસ નામની બીમારને ઓળખવાનું કામ કરે છે. ઈલેક્ટ્રીક નાક લેશ્માનિયાસિસ ગ્રસ્ત શ્વાન માટે વિકસીત કરવામાં આવે છે. જેને ભારતમાં કાલાઝાર અને દમદમ તાવના નામે પણ ઓળખવામાં આવે છે.


શ્વાન અને માણસોમાં જોવા મળે છે આ બીમારી:
લેશ્માનિયાસિસ એક બીમારી છે જે શ્વાન અને માણસોમાં પરજીવી લેશમેનિયાના લીધે ફેલાયા છે. જેની વાહક માખી હોય છે. આ બિમારી થવાથી માણસનું વજન ઘટવું, અંગો પર સોઝા આવવી તાવ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગ વધુ બ્રાઝિલમાં જોવા મળે છે. જેનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. જેથી ઈલેક્ટ્રીક નાક વાસ્તવમાં અસ્થિર રસાયણોનું વિશ્લેષણ કરવા માટેનું એક સાધન છે. જેમાં નમૂનાના અસ્થિર રસાયણો દ્વારા ઉત્પાદિત સ્પેક્ટ્રમના આધારે ઓળખ કરવામાં આવે છે. હાલમાં આરોગ્ય વિભાગ પાસે લીશમેનિયાસિસ માટે પરીક્ષણ કરવાની જે પદ્ધતિ છે તેમાં ઘણો સમય લાગે છે.


તપાસમાં કારગત સાબિત થયું ઈલેક્ટ્રીક નાક:
બીમારીને શોધવા ઈલેક્ટ્રીક નાખ ખુબ ઉપયોગી થઈ શકે છે.અગાઉ નિષ્ણાંતોએ 16 લેશમેનિયા ગ્રસ્ત શ્વાન અને 185 અન્ય શ્વાનના વાળના નમૂના પર પ્રયોગ કર્યો હતો. આ વાળને એક પાણી ભરેલી થેલીમાં રાખી ગરમ કરવામાં આવ્યા. જેથી વાળમાં ઉપસ્થિત અસ્થિર રસાયણની વરાળ બની જાય છે. ત્યાર બાદ દરેક નમૂનાનું વિશ્લેષણ ઈલેક્ટ્રીક નાકથી કરવામાં આવ્યું. ઈલેક્ટ્રીક નાકથી લેશમેનિયા ગ્રસ્ત શ્વાનની તપાસ 95 ટકા સુધી સફળ રહી હતી. જેના પરિણામને વધુ સટીક બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહી છે.


ઈલેક્ટ્રીક નાકથી થશે મોટા ફાયદા:
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આગામી સમયમાં ઈલેક્ટ્રીક નાક બીમારીના નિદાન માટે એક ઉત્તમ સાધન બની જશે. લેશમેનિયાની બીમારી માટે તો સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. પરંતુ મલેરિયા, ડાયાબિટીશ જેવા અનેક રોગના ઓળખ કરવા માટે ઈલેક્ટ્રીક નાક મદદરૂપ સાબિત થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.