નવી દિલ્હી: ઓલા ઇલેક્ટ્રિક પોતાના યૂઝર્સની અનુકૂળતા માટે વધુ એક નવી સુવિધા લઇને આવી રહ્યું છે. તે અંતગર્ત ફક્ત 5 મિનિટમાં પોતાના સ્કૂટરને ચાર્જ કરી શકશે. તેના માટે કંપનીએ ઇઝરાયલી કંપની સાથે હાથ મિલાવ્યો છે. જોકે, ઓલા ઇલેક્ટ્રિકે કહ્યું કે તેણે ઇઝરાયલની સેલ ટેક્નોલોજી કંપની સ્ટોરડોટમાં રોકાણ કર્યું છે. આ એક્સટ્રીમ ફાસ્ટ ચાર્જિંગ સોલ્યૂશનવાળી બેટરીનું ઉત્પાદન કરવામાં ખૂબ આગળ છે. તમને જણાવી દઇકે કે ઓલાએ ભારતમાં પોતાના બે ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કર્યા છે, જેનું નામ ઓલા એસ 1 અને ઓલા એસ 1 પ્રો છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જબરો જુગાડ: વિજળીનું બિલ થઇ જશે અડધું અને બધી જશે પંખા-કૂલ્રની સ્પીડ!


ઓલા ઇલેક્ટ્રિકે પોતાના એક નિવેદનમાં કહ્યું કે સ્ટોરડોટમાં રોકાણ કંપની દ્વારા નિયોજીત ઘણા વૈશ્વિક રણનીતિક રોકાણમાં પ્રથમ રોકાણ છે. આ રોકાણની મદદથી એડવાન્સ સેલ કેમિકલ સાયન્સ અને ઉત્પાદન સાથે અસાથે અન્ય બેટરી ટેક્નોલોજી અને નવી ઉર્જા સિસ્ટમમાં પોતાના મૂળ આરએન્ડડીને વધારવાનો પ્રયત્ન કરશે. 


ફક્ત 5 મિનિટમાં 0-100 ટકા ચાર્જ થશે બૅટરી
આ રોકાણની મદદથી ઓલા ઇલેક્ટ્રિક પાસે કંપની ખાસ ટેક્નોલોજી એસએફસી બેટરી ટેક્નોલોજી પહોંચ પ્રાપ્ત થઇ શકશે. જે ફક્ત 5 મિનિટમાં 0-100 ટકા ચાર્જ થઇ શકશે. કંપનીના અનુસાર ભારતમાં સ્ટોરડોટની ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને એકીકૃત કરનાર બેટરી બનાવવાનો વિશેષ અધિકાર રહેશે. 

બાઈકથી પણ સસ્તી મળી રહી છે મારૂતિની કાર, કિંમત સાંભળીને તમે ચોંકી જશો


ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની ખૂબીઓ
ભારતમાં ઓલા ઇલેક્ટ્રિક પોતાના બે ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી ચૂકી છે. જેનું નામ ઓલા એસ 1 અને ઓલા એસ પ્રો છે. ઓલા એસ 1 પ્રો ફીચર્સ સાથે આવનાર સ્કૂટર છે. ઓલા ઇલેક્ટ્રિક વેબસાઇટ પર લિસ્ટેડ જાણકારી અનુસાર તેની કિંમત 1.29 રૂપિયા (એક્સ શો રૂમ) છે. આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 135 કિલોમીટરની ડ્રાઇવિંગ રેંજ મળે છે. તેની ટોપ સ્પીડ 115 કિલોમીટર પ્રતિ કલાક થઇ શકશે. તેમાં 10 બૂટ સ્પેસ અને વધુ બૂટ સ્પેસ મળશે. 


જોકે હજુ પણ ઘણા લોકો આ સ્કૂટરની રાહ જોઇ રહ્યા છે. તાજેતરમાં જ કંપનીએ હોળીને ધ્યાનમાં રાખતા કેસરી કલરને રજૂ કરવામાં આવ્યો હતો અને તેની બુકિંગને પણ 2 દિવસ માટે ઓપેન કરી હતી. ઓલા એસ 1 પ્રોની ટક્કર સિંપલ વન અને એથર સ્કૂટર સાથે હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube