Electric Three Wheeler: ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ  (EV) ની માંગ વધતી જાય છે. તેમાં જે ઝડપી ચાર્જિંગ વિકલ્પો સાથે આવે છે તે ઇવીને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહી છે. આ કડીમાં શુક્રવારે (12 એપ્રિલ) ના રોજ એક પેસેંજર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર લોન્ચ કરવામાં આવી, જે 15 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાની સૌથી ફાસ્ટ ચાર્જ ઇવી છે. ઓમેગા સેકી મોબિલિટી (Omega Seiki Mobility) એ ઝડપથી ચાર્જ થનાર ઇલેટ્રિક-થ્રી વ્હીલર માટે એક્સપોનેંટ એનર્જી (Exponent Energy) સાથે પાર્ટનરશિપ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેલ્થી દેખાઇ છે, પણ હોય છે હાનિકારક! 10 એવા ફૂડ જેને લોકો સમજે છે પૌષ્ટિક
સંજીવ કુમારનું થયું હતું રહસ્યમય મોત, લોકોને કહેતા 'હું ક્યારેય વૃદ્ધ થવાનો નથી'


કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે  3,24,999 રૂપિયાની કિંમત પર 'ઓએસએમ સ્ટ્રીમ સિટી ક્વિક' (OSM Stream City Qik) ઇવી 6 શહેરોમાં ઉપલબ્ધ એક્સપોનેંટના રેપિડ ચાર્જિંગ નેટવર્ક પર 15 મિનિટમાં શૂન્યથી 100 ટકા સુધી ચાર્જ કરવાની ક્ષમતા ધરાવે છે.  


ઓમેગા સેકી મોબિલિટી (Omega Seiki Mobility) ના ફાઉન્ડર ચેરમેન ઉદય નારંગે કહ્યું કે 'રસ્તા પર ડાઉનટાઇમને ઓછો કરવા અને "કાર્યક્ષમતાને વધારીને ક્વિક આ સુનિશ્વિત કરે છે કે દરેક મુસાફરી ડ્રાઇવરો માટે નક્કર નાણાકીય લાભમાં પરિવર્તિત થાય.' 


Multibagger Return: 1 વર્ષમાં 171% રિટર્ન, FD માં તો સપનામાં પણ નહી મળે આટલો ફાયદો!
સોનાના ભાવમાં લાગ્યો મોંઘવારીનો કરંટ, બે મહિના 11 હજાર મોંઘુ થયું સોનું


ઘણા શહેરોમાં નેટવર્કનો થશે વિસ્તાર
વાહન પર 2 લાખ કિલોમીટર અથવા 5 વર્ષ, જે પણ પહેલાં હોય તેની વોરન્ટી છે. એક્સપોનેંટ એનર્જીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તે આ વર્ષે દિલ્હી-એનસીઆર અને બેંગલુરૂમાં 100 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરશે, જ્યારે ચેન્નઇ, અમદાવાદ, કલકત્તા અને હૈદ્રાબાદમાં પોતાના નેટવર્કનો વિસ્તાર કરશે. 


રતન ટાટાના પરિવારની આ પુત્રીઓ, કેમેરાથી રહે છે દૂર, સંભાળે છે અબજોનો બિઝનેસ
ટાટાથી માંડીને અદાણી સુધીના શેરે બદલી કિસ્મત, એક વર્ષમાં મળ્યું 125% રિટર્ન


એક્સપોનેંટ એનર્જીના કો-ફાઉન્ડર અને સીઇઓ અરૂણ વિનાયકે કહ્યું કે "મહત્તમ આવક અને ઓછા ખર્ચનો આ બેવડો લાભ અન્ય કોઈપણ EV અથવા ICE વાહનની તુલનામાં યૂઝર્સને તેમના એક્સપોનન્ટ-સંચાલિત EVમાંથી મળી શકે તેવા સર્વોચ્ચ સંભવિત લાભોને અનલૉક કરે છે."


Beetroot: બીટ ખરેખર 'શાકભાજીની વાયગ્રા' છે? જાણો શું કહે છે વિજ્ઞાન
ભાગલપુરી સિલ્ક સાડીમાં ચાંદી જેવી ચમકે છે નીતા અંબાણી, કિંમતી નેકલેસમાં જોવા મળ્યો મહારાણી લુક


એકવાર ચાર્જમાં 126 કિમીની રેંજ
પેસેંજર ઇવીમાં 8.8 કિલોવોટ અવરની બેટરી પેક છે અને આ એકવાર ચાર્જ કરતાં 126 કિલોમીટરની સિટી ડ્રાઇવ રેંજ પુરી પાડે છે. દેશમાં પેસેન્જર થ્રી-વ્હીલરનું વેચાણ જાન્યુઆરીમાં 53,537 યુનિટને પાર કરી ગયું હતું.


નવરાત્રિમાં નોનવેજ...શું ફક્ત ચૂંટણીનો મુદ્દો? જાણો શું કહે છે ધર્મ-શાસ્ત્ર
Money Upay: આ 5 કામ કરવાથી માતા લક્ષ્મીની મળે છે વિશેષ કૃપા, લાગી જશે ધનના અંબાર