બજાર કરતા લગભગ અડધી કિંમતમાં મળશે આ Electric Scooter! જલ્દી જાણી લો ફાયદામાં રહેશો
ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની બાઉન્સે શનિવારે જાહેરાત કરી હતી કે તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર આ વર્ષે 2 ડિસેમ્બરે લૉન્ચ થવા માટે તૈયાર છે. નવા બાઉન્સ ઈન્ફિનિટી સ્કૂટરનું બુકિંગ પણ તેના લોન્ચિંગના દિવસથી શરૂ થઈ જશે. કંપનીએ બાઉન્સ ઈન્ફિનિટી સ્કૂટરની બુકિંગની રકમ 499 રૂપિયા રાખી છે. કંપનીનું કહેવું છે કે ઈ-સ્કૂટરની ડિલિવરી આવતા વર્ષથી શરૂ થશે.
નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની બાઉન્સે શનિવારે જાહેરાત કરી હતી કે તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર આ વર્ષે 2 ડિસેમ્બરે લૉન્ચ થવા માટે તૈયાર છે. નવા બાઉન્સ ઈન્ફિનિટી સ્કૂટરનું બુકિંગ પણ તેના લોન્ચિંગના દિવસથી શરૂ થઈ જશે. કંપનીએ બાઉન્સ ઈન્ફિનિટી સ્કૂટરની બુકિંગની રકમ 499 રૂપિયા રાખી છે. કંપનીનું કહેવું છે કે ઈ-સ્કૂટરની ડિલિવરી આવતા વર્ષથી શરૂ થશે.
આ રીતે સ્કૂટર 40 ટકા સસ્તું થશેઃ
કંપનીનો દાવો છે કે તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર મેડ ઇન ઇન્ડિયા છે. સ્કૂટરની વિશેષતાઓમાંની એક ' સર્વિસ તરીકે બેટરી' વિકલ્પનો સમાવેશ છે. આ અંતર્ગત ગ્રાહક બેટરી વગરનું સ્કૂટર ખરીદી શકે છે અને આ રીતે તેઓ બાઉન્સના બેટરી સ્વેપિંગ નેટવર્કનો ઉપયોગ કરીને સ્કૂટરમાં બેટરીનો ઉપયોગ કરી શકે છે. આ વિકલ્પ બાઉન્સ ઈલેક્ટ્રિક સ્કૂટરને બેટરીથી ચાલતા વાહનો ખરીદવા કરતાં ઓછામાં ઓછા 40 ટકા વધુ સસ્તુ બને તેવી સંભાવના છે.
બેટરીની સાથે પણ ખરીદી શકાશે:
આ સાથે, ગ્રાહકો નિયમિત સ્કૂટરની જેમ બેટરી પેક સાથે સ્કૂટર પણ ખરીદી શકે છે. તેમાં સ્માર્ટ, રિમૂવેબલ લિ-આયન બેટરીનો સમાવેશ થશે, જેને ગ્રાહકો તેમની સુવિધા અને જરૂરિયાત મુજબ ચાર્જ કરી શક્શે. કંપનીએ હજુ સુધી નવા ઈન્ફિનિટી ઈલેક્ટ્રિક સ્કૂટરના સત્તાવાર સ્પષ્ટીકરણો જાહેર કર્યા નથી.
22મોટર્સે કર્યું અધિગ્રહણ:
દરમિયાન, EV સ્ટાર્ટઅપે જાહેરાત કરી છે કે તેણે 2021માં લગભગ 7 મિલિયન અમેરિકી ડોલર (70 લાખ)ના સોદામાં 22મોટર્સમાં 100 ટકા ભાગ હસ્તગત કર્યો છે. સોદાના ભાગરૂપે, EV નિર્માતાએ રાજસ્થાનના ભિવાડીમાં 22મોટર્સનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને બૌદ્ધિક સંપત્તિ હસ્તગત કરી છે. પ્લાન્ટની પ્રતિવર્ષ 1,80,000 સ્કૂટર બનાવવાની ક્ષમતા છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે દક્ષિણ ભારતમાં બીજો પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે.