Elon Musk X Mail Feature: એક તરફ એલન મસ્ત ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં Jio અને Airtel ગભરાઈ ગયા છે તો બીજી બાજુ મસ્ક Google ના CEO સુંદર પિચાઈનું ટેન્શન વધનાર છે. જોકે એલન મસ્કનો ફોકસ હંમેશાંથી જ સ્પેશ એક્સપ્લોરેશન અને સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ ર રહ્યું છે, પરંતુ X ના હસ્તાંતરણથી તેઓ સોફ્ટવેર સેવાઓમાં પણ ઘણો રસ દાખવી રહ્યા છે. હાલમાં જ એવા અહેવાલો સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે મસ્ક X ને “Everything App” બનાવવાના પ્લાનિંગ કરી રહ્યા છે, જેમાં પેમેન્ટ ઓપ્શન જેવા ફીચર્સ પણ હશે પરંતુ હવે Android Policeના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મસ્ક Gmail ને ટક્કર આપવાની તૈયારીમાં છે. ચલો જાણીએ તેના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

X પર નવું જોબ પોર્ટલ અને AI ચેટબોટ
X પહેલાથી જ એક જોબ પોર્ટલ લઈને આવી ગયું છે જે સીધું LinkedIn ની મુશ્કેલીઓ વધારી રહ્યું છે. તેના સિવાય મસ્કે “Grok” AI ચેટબોટને તમામ માટે ફ્રી કરી દીધું છે. ત્યારબાદ હવે મસ્ક એક નવી ઈમેલ સર્વિસ શરૂ કરવા જઈ રહ્યો છે, જે Google Gmail ને ટક્કર આપી શકે છે.


X મેલ માટે આ સંકેત
હાલમાં જ એક X યૂઝરે સજેશન આપ્યું હતું કે “X મેલ” સારો ઓપ્શન રહેશે અને ઈમેલ એડ્રેસનું ફોર્મેટ “username@x.com” હોઈ શકે છે. ત્યારબાદ આ પોસ્ટના જવાબમાં મસ્કે કહ્યું હતું કે, હા, આ અમારી ચીજોની લિસ્ટમાં છે. ફેબ્રુઆરીમાં પણ મસ્કે તેનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે આ સર્વિસ ખુબ જલ્દીથી આવનાર છે.



X મેલમાં શું હશે ખાસ?
તાજેતરના રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે X મેલમાં DM સ્ટાઈલ ઈન્ટરફેસ જોવા મળી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો ઈમેલ સીધાસાદા ટેક્સ્ટમાં ઈનબોક્સમાં આવશે અને રેગુલર ઈમેલના થ્રેડ અને કોમ્પ્લેક્સ ફોર્મેટથી છૂટકારો મળશે.


X મેલ આપી શકશે Gmail ને ટક્કર?
તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં Gmailના 1.8 બિલિયનથી પણ વધારે એક્ટિવ યૂઝર્સ છે. Gmail પોતાની એડવાન્સ સર્ચ, Google Workspace ઈન્ટીગ્રેશન અને દમદાર સિક્યોરિટી માટે જાણીતું છે. એવામાં X મેલને સફળ થવા માટે આ ફીચર્સના મુકાબલે કઈક અલગ અને નવું લાવવું પડશે.