નાદિર શાહની હત્યામાં નીકળ્યું સાબરમતી જેલનું કનેક્શન! લોરેન્સે રચ્યું હતું કાવતરું, ચાર્જશીટમાં ખુલાસો
Delhi News: ગેંગસ્ટર હાશિમ બાબાએ પુછપરછમાં જણાવ્યું કે લોરેન્સે વીડિયો કોલ કરીને તેણે હે ફોન દેખાડ્યા હતા. નાદિરની હત્યાનો આદેશ આપ્યો હતો અને કહ્યું શૂટરોની વ્યવસ્થા કરો.
Trending Photos
Delhi Crime News: દિલ્હીના જિમ માલિક નાદિર શાહની હત્યાને લઈને એક મોટો ખુલાસો થયો છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્રોઈએ સાબરમતી જેલમાં બેસીને નાદિર શાહની હત્યાનું કાવતરું રચ્યું હતું. 12 ડિસેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ હતી. લોરેન્સ બિશ્રોઈ, હાશિમ બાબા, રણદીપ મલિત સહિત 14 આરોપીઓ વિરુદ્ધ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. લોરેન્સે સાબરમતી જેલમાંથી વીડિયો કોલ કરી તિહાડ જેલમાં ગેંગસ્ટર હાશિમા બાબા સાથે વાત કરી હતી. હાશિમ બાબાએ દિલ્હી પોલીસની પુછપરછમાં આ ખુલાસો કર્યો છે.
સાબરમતી જેલમાં મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો છે લોરેન્સ!
સૂત્રોના મતે પોલીસની તપાસમાં આ વાત સામે આવી છે કે લોરેન્સે સાબરમતી જેલમાથી વીડિયો કોલ કરી તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર હાશિમ બાબા સાથે વાત કરી હતી. હાશિમ બાબાએ દિલ્હી પોલીસની પુછપરછમાં આ ખુલાસો કર્યો છે. હાશિમે જણાવ્યું હતું કે લોરેન્સે વીડિયો કોલ કરી મને 2 ફોન પણ દેખાડ્યા હતા. નાદિરની હત્યાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે શૂટરોની વ્યવસ્થા કરો.
લોરેન્સ બિશ્રોઈની પણ પુછપરછ
દિલ્હી પોલીસની એક ટીમે આ હત્યાના મામલામાં સાબરમતી જેલ જઈને લોરેન્સ સાથે પુછપરછ પણ કરી હતી. હત્યાનો હેતુ ચાર્જશીટમાં સ્પષ્ટ નથી પરંતુ એવું કહેવામાં આવ્યું કે હત્યા અલગ અલગ ગેંગની અંદરોઅંદર દુશ્મનીનું પરિણામ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકામાં બેઠેલા લોરેન્સના ખાસ માણસ રણદીપ મલિકે હત્યા માટે હથિયારો મોકલ્યા હતા.
જિમની બહાર નાદિર શાહની થઈ હતી હત્યા
તમને જણાવી દઈએ કે આ વર્ષ 13 સપ્ટેમ્બરે દિલ્હીના પોશ વિસ્તાર ગ્રેટર વિસ્તારમાં 35 વર્ષના નાદિર શાહની હત્યા કરી દેવામાં આવી હતી. નાદિર પોતાની જિમની બહાર ઉભા હતા, ત્યારે અસામાજિક તત્વોએ તેમના પર ફાયરિંગ કર્યું અને ઘટના સ્થળે જ ફરાર થઈ ગયા. ત્યારબાદ પોલીસે ગેંગસ્ટર હાશિમ બાબાને દબોચ્યો હતો. ધરપકડ બાદ હાશિમ બાબાની પુછપરછમાં ઘણા ખુલાસા કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે