Twitter એ રેવેન્યૂ શેરિંગ ફીચરને કર્યું લાઇવ, વેરિફાઇડ ક્રિએટર્સ કરી શકશે કમાણી
Ads Revenue Sharing Feature: માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (પહેલા ટ્વિટર) એ ક્રિએટર્સ માટે એડ્સ રેવેન્યૂ શેયરિંગ ફીચરને લાઇવ કર્યું છે. કંપનીએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter)ના માલિક એલન મસ્ક (Elon Musk)એ તેને ખરીદ્યા બાદ અનેક ફેરફાર કર્યાં છે. હવે તો મસ્કે ટ્વિટરનું નામ બદલી X કરી દીધુ છે. તો કંપનીના ટ્વિટર હેન્ડલને બદલી‘@X’કરી દીધુ છે. હવે પ્લેટફોર્મે ભારત સહિત દુનિયાભરમાં એડ રેવેન્યૂ શેયરિંગ ફીચરને લાઇવ કરી દીધુ છે. આ ફીચર દ્વારા પ્લેટફોર્મના વેરિફાઇડ કોન્ટેન્ટ ક્રિએટર્સ પૈસા કમાઈ શકશે.
કંપનીએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. કંપનીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે એક ક્રિએટરના રૂપમાં કમાણી કરવા માટે એક્સ (X.com) ઈન્ટરનેટ પર સૌથી સારી જગ્યા બને. આ સાથે તમને તમારા પ્રયાસો માટે વળતર આપવામાં આવશે. આ દિશામાં અમારૂ પ્રથમ સ્ટેપ છે. કંપનીની આ પોસ્ટમાં રિપ્લાય કરતા એલન મસ્કે લખ્યું- ક્રિએટ એનીથિંગ.
ત્રણ રૂપિયાથી 1200ને પાર પહોંચ્યો શેર, 25 હજાર લગાવનાર બની ગયા કરોડપતિ
ટ્વિટરમાંથી પૈસા કમારા માટે એલિઝિબિલિટી
- બ્લૂ કે વેરિફાઇડ ઓર્ગેનાઇઝેશનનું સબ્સક્રિપ્શન લેવું પડશે.
છેલ્લા 3 મહિનામાં તમારી પોસ્ટ પર 15 મિલિયન ઇમ્પ્રેશન હોય.
ઓછામાં ઓછા 500 ફોલોઅર્સ હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube