શું તમને ખબર છે કે તમે 49 વર્ષ માટે એડવાન્સમાં મેઈલ શિડ્યુલ કરી શકો છો...
દુનિયાભરમાં પર્સનલ ઈમેઈલ તરીકે જીમેલ (GMAIL) નો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમાં અનેક એવા ફીચર્સ છે, જેના વિશે લોકોને બહુ જ ઓછું ખબર છે. આવુ જ એક ફીચર છે શિડ્યુલ સેન્ડ. આ ફીચરની મદદથી યુઝબ બાદમાં પણ મોકલવા માટે ઈમેઈલ શિડ્યુલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ ફીચરના માધ્યમથી 49 વર્ષ માટે એડવાન્સમાં ઈમેઈલને શિડ્યુલ કરવાની સુવિધા આપવામાં આવી છે.
ઝી મીડિય/બ્યૂરો :દુનિયાભરમાં પર્સનલ ઈમેઈલ તરીકે જીમેલ (GMAIL) નો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમાં અનેક એવા ફીચર્સ છે, જેના વિશે લોકોને બહુ જ ઓછું ખબર છે. આવુ જ એક ફીચર છે શિડ્યુલ સેન્ડ. આ ફીચરની મદદથી યુઝબ બાદમાં પણ મોકલવા માટે ઈમેઈલ શિડ્યુલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ ફીચરના માધ્યમથી 49 વર્ષ માટે એડવાન્સમાં ઈમેઈલને શિડ્યુલ કરવાની સુવિધા આપવામાં આવી છે.
ગુજરાતના 3 મોટા શહેરોમાં આજથી કરફ્યૂ ઉઠાવી લેવાયો
જો તમે પણ આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તો પહેલા સમજી લો તેની રીત. ડેસ્કટોપ વર્ઝનમાં શિડ્યુલ સેન્ડ ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા જીમેઈલમાં લોગઈન કરવાનું રહેશે. તેના બાદ તમારે અહીં ઈમેઈલ કમ્પોઝ કરવાના બટન પર ક્લિક કરવાનું રહેશે.
તેનાથી એક નવુ ઈમેઈલ બોક્સ ઓપન થશે. અહીથી તમને જેને પણ ઈમેઈલ મોકલવાનો છે, તેનો ઈમેઈલ એડ્રેસ એડ કરો. તેના બાદ તમને નીચે સેન્ડ બટન દેખાશે.
વડોદરા : 3 આર્મી જવાનોને ATMમાંથી રૂપિયા કાઢવા ભારે પડ્યા, આવી ગયા કોરોનાના ઝપેટમાં...
પરંતુ તમારા આ બટનને ટેપ નથી કરવાનું, પરંતુ અહીં જ તમને ડ્રોપ ડાઉ એરો દેખાશે. જ્યારે તમે તેના પર ક્લિક કરશો તો શિડ્યુલ સેન્ડનો વિકલ્પ નજર આવશે. અહી તમે તમારી ઈચ્છા અનુસાર, સમય અને તારીખને સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે, ઈમેઈલ મોકલવા માટે તેને શિડ્યુલ કરવાનું રહેશે.
જીમેઈલ એપના માધ્યમથી ઈમેઈલને સરળતાથી શિડ્યુલ કરવામાં આવી શકે છે. જીમેઈલ એપને ઓપન કર્યા બાદ તમે જે પણ કોઈને મેઈલ કરવા ઈમેઈલ કમ્પોઝ બોક્સને ઓપન કરો છો, તો અહી પર રાઈટ સાઈડમાં ઉપરની તરફ ત્રણ ડોટવાળું ઓપ્શન મળશે. તેના પર ક્લિક કર્યા બાદ પહેલો ઓપ્શન જ તમને ‘શિડ્યુલ સેન્ડ’નો મળશે.
અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં હવે ડોકટર્સ કોરોના દર્દીઓનું ઓનલાઈન મોનિટરીંગ કરી શકશે
જેમ આના પર ક્લિક કરશો, સ્ક્રીન પર એક નવુ બોક્સ ઓપન થઈ જશે. તેમાં તમે તમારી સુવિધા અનુસાર ઈમેઈલ બાદમાં મોકલવા માટે શિડ્યુલ કરી શકો છો.
સારી બાબત એ છે કે, અહી પર તમને ‘શિડ્યુલ ઈમેઈલ’ ને એડિટ કરવાનો ઓપ્શન મળે છે. એકવાર ઈમેઈલને શિડ્યુલ કર્યા બાદ જો તમને લાગે છે કે, તેને એડિટ કે ડિલીટ કરવાનો છે તો પછી તમને જીમેઈલ એકાઉન્ટને ઓપન કર્યા બાદ મેન મેનુમાં શિડ્યુલ કરવાનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કર્યા બાદ તે મેલ સિલેક્ટ કરી છો, જેઓને ડિલીટ કે પછી અપડેટ કરવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર